Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નસબંધીના ઓપરેશનમાં બેદરકારી રાખવા અંગે જેતપુરના ડોકટર સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૭ : જેતપુરની શિવમ પ્રસુતિગૃહ હોસ્‍પિટલના ર્ડા.જય ચોકસી સામે નસબધી ઓપન કરવા અંગેના ઓપરેશનમા બેદરકારી અગે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ થયેલ છે.

આ અંગેની હકીકત એવી છે કે, રેખાબેન મુકેશભાઈ ધાણક તેમના પરોવાર સાથે જેતપુર મુકામે રહે છે અને જેતપુરમા શિવમ પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્‍પિટલના નામથી ર્ડા. જય આર. ચોકસી ચલાવે છે. ર્ડા. જય ચોકસી એમ.ડી. ગાયનેકની ડિગ્રી ધરાવે છે અને પ્રસુતિ અનેસ્ત્રી રોગના નિષ્‍ણાંત છે.

રેખાબેન ધાણકે તેમના લગ્નજીવન દરમ્‍યાન બાળકનો જન્‍મ ન થાય તે હેતુથી સરકારી દવાખાનામાં નસબંધીનુ ઓપરેશન કરાવેલ હતુ. રેખાબેન ધાણક અને પતિને સતાન માટેની ઈચ્‍છા થતા તેઓએ શિવમ પ્રસુતિગૃહ હોસ્‍પિટલે અગાઉ કરવામા આવેલ નસબંધી ખોલાવવા સલાહ લેવા ગયેલ અને ર્ડા. જય ચોકસીએ રેખાબેનને નસબંધી ખોલાવવા માટે ઓપરેશન કરવુ પડશે તેવુ જણાવેલ. જેથી રેખાબેન હોસ્‍પિટલમા નસબંધી ખોલવા દાખલ થયેલ ઓપરેશનની મોટી રકમ ચુકવેલ અને તેઓનુ આ હોસ્‍પિટલમા ર્ડા. જય ચોકસીએ ઓપરેશન કરેલ. ઓપરેશન બાદ રેખાબેન હોસ્‍પિટલમાં આશરે દોઢક માસ જેવો સમય સામાવાળાને બતાવવા માટે ગયેલ અને ર્ડાકટરની સલાહ મુજબ દવા સારવાર કરેલ.

રેખાબેને ડોકટર જય ચોકસીને ઓપરેશન અંગે અવારનવાર પુછતા ડોકટર તરફથી યોગ્‍ય જવાબ મળેલ નહી. જેથી તેઓને શકા જતા મધુસુદન હોસ્‍પિટલમા ડો. કેતન ડી. પરમારને બતાવેલ. તેઓએ અમારો એન્‍જલ સોનોગ્રાફીક કલીનીકમા લેબોરેટરી રીપોર્ટ કરાવેલ અને રીપોર્ટ ધ્‍યાને લઈ તેઓએ જણાવેલ કે, નસબંધી ખોલવા અંગે કરવામા આવેલ ઓપરેશન સફળ થયેલ નથી. ઓપરેશનમા ખામી રઈ જવા પામેલ છે અને રીપોર્ટ મુજબ નસબંધીમા જે નળી બ્‍લોક કરવામા આવેલ તે ખુલેલ જ નથી. આમ ડા. જય ચોકસીએ ઓપરેશનમા નિષ્‍કાળજી અને બેદરકારી રાખેલ હોય અને ઓપરેશન યોગ્‍ય રીતે કરેલ ન હોય, ઓપરેશનમા દાખવેલ બેદરકારીથી રેખાબેનને ભવિષ્‍યમા સતાન થાય તેવા સંજોગો નહિવત બનેલ અને તેઓ ભવિષ્‍યમા કયારેય પણ મા બની શકીએ નહી તેવા સજોગો ઉભા થયેલ.

રેખાબેન ધાણકને કોઈ સંતાન નથી અને સંતાન પ્રાપ્ત થાય તે હેતુથી મોટી રકમનો ખર્ચ કરી ઓપરેશન કરાવેલ પરંતુ ડોકટરની બેદરકારીને કારણે તેઓને કોઈ ફાયદો થયેલ નહી અને ર્ડાકરટને લીધે ઘણા હેરાન પરેશાન થયેલ. જેથી ડોક્‍ટર સામે યોગ્‍ય કાર્યવાહીઓ કરવા રેખાબેન ધાણકે રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ મારફત રાજકોટના મહે. ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ શિવમ પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્‍પિટલના ર્ડા. જય આર.ચોકસી સામે ફરીયાદ દાખલ કરેલ અને રેખાબેન ધાણકના ઓપરેશનમા ડોકટરે સેવામા બેદરકારી અને ખામી રાખવા બદલ હોસ્‍પિટલ ખર્ચ અને વળતરની રકમ મળવા દાદ માગેલ છે. રેખાબેન ધાણકની ફરીયાદ ધ્‍યાને લઈ ગ્રાહક તકરાર નિવારણ કમીશને શિવમ પ્રસુતિગૃહ અને સર્જીકલ હોસ્‍પિટલના ર્ડા. જય આર. ચોકસીને હાજર થવા નોટીસ કાઢેલ છે.

આ ફરીયાદમા રેખાબેન ધાણક તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજબેન બુસા, મુકેશ જરોલી તથા સહાયક તરીકે રેખાબેન ઓડેદરા રોકાયેલા છે.

(11:39 am IST)