Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કાલે દ્વારકામાં શિવગંગા ટ્રસ્‍ટ દ્વારા ચકલીના માળા-પાણીના કુંડાનું નિઃશુલ્‍ક વિતરણ

મીઠાપુર-દ્વારકા, તા.૧૯: હાલમાં હવા પ્રદૂષણ તેમજ અવાજ પ્રદૂષણના કારણે ચકલીઓ તેમજ અનેક નાના પક્ષીઓ લુપ્ત થવાને આરે છે ત્‍યારે લોકોમાં ચિચિબાઈ ચકલીની વિશેષ જાગળતતા કેળવાઈ તેવા શુભ હેતુસર દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્‍થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્‍ક (ફ્રી) વિતરણ તા.૧૯-૩-૨૩ ના રવિવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્‍યે હોટેલ શિવ ત્રણબતી ચોક પાસે કરવામાં આવશે. તો દ્વારકાના દરેક પક્ષી પ્રેમી લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(11:04 am IST)