Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ભાવનગરમાં હાડકા અને મસલ્‍સના દુખાવા માટેનો કેમ્‍પ યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮ :  ભાવનગરશહેરની સહજાનંદ ઇન્‍સ્‍ટીટયુટ  ઓફ ફીજીઓથેરાપી તથા શિશુવિહાર સંસ્‍થાના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.૨૪ માર્ચ શુક્રવારે સવારના ૯ થી ૧ વાગ્‍યા દરમિયાન ખાસ હાડકાના અને મસલ્‍સ ના દુખાવા ધરાવતા પેશન્‍ટ માટે કેમ્‍પ યોજાશે. સહજાનંદ કોલેજ ના નિષ્‍ણાંત ડૉ. ભાવિકાબેન હરિયાણીની નિગરાની હેઠળ તમામ દર્દીઓને સારવારને લગતા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

શેઠ પરિવાર ના સહકારથી ચાલતા અને પ્રતિવર્ષ ૮૦૦૦થી દર્દીઓની સેવા અપાતા ફીજીઓથેરાપી -ફિટનેસ સેન્‍ટર ના ઉપક્રમે દર્દી સારવાર કેમ્‍પ નો લાભ લેવા માંગતા શહેરના નાગરિકોને પોતાના નામ સંસ્‍થાના કાર્યાલયમાં નોંધાવવા જણાવાયુ છે.

(10:28 am IST)