Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

મોરબીના આમરણ ગામ નજીક ગૌશાળાની બોલેરો પલ્ટી જતા ડ્રાઇવરનું મોત

જામનગર –કચ્છ હાઇવે રોડ ઉપર નાલામા પલ્ટી જતા ડ્રાઇવરનું મુખ કાદવમાં ધસી ગયું

મોરબીમાં બેકાબુ ગતિએ પસાર થતી ગૌશાળાની બોલેરો આમરણ ગામથી આગળ જામનગર –કચ્છ હાઇવે રોડ ઉપર નાલામા પલ્ટી જતા ડ્રાઇવરનું મુખ કાદવમાં ધસી ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

રાજકોટના ઉપલેટા ગામે રહેતા જગનસીંગ કડીયાભાઇ ભુરીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નાનાભાઈ બદનસીંગ કડીયાભાઇ ભુરીયા મોરબીની સુરભી ગૌશાળામાં બોલેરો ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તારીખ ૧૫ સાંજના સાતેક વાગ્યાના અરસામા તેઓ જયારે ગૌશાળાની બોલેરો GJ-01-AU-8947 લઈને ગાયો માટે શેરડીના છોતરા ભરવા ગયા હતા. બદનસીંગ આમરણ ગામથી આગળ જામનગર –કચ્છ હાઇવે રોડ ઉપર પર પસાર તથા હતા. એ સમયે તેઓ  બોલેરો ગાડી પુરઝડપે ચલાવતા હતા. જેને પગલે પેટ્રોલ પંપ સામે નાલામા બોલેરો નીચે પલ્ટી મારી ગઈ હતી. અને નાલમા નીચે કાદવ, પાણી અને ઘાસ હતું. કાદવ અને ઘાસ હોય જેમાં બદનસીંગનું મોઢું આવી જતા પાણી તેના શરીરમાં જતું થયું હતું. જેથી તેનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   
(12:24 pm IST)