Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

ભુજના 5 અને જદુરા ગામનો 1 સહીત 6 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર: કોરોનના વધતા કેસ

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૬૦ (મોસમીબેન કૌષિકભાઇ શાહ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૩ સુધી, ભુજ તાલુકાના જદુરા ગામે આથમણા વિસ્તારમાં આવેલ હાલેપોત્રા હાજી સુલેમાનનું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૩ સુધી, ભુજ શહેરમાં ઓધવ રેસીડેન્સી-૨, પ્રમુખસ્વામીનગરમાં આવેલ પ્લોટ નં.૭/૮ (મયુરભાઇ હિરાલાલ શાહ) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૩ સુધી, ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૨૭ (દિનેશભાઇ એચ.મહેતા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૩ સુધી, ભુજ શહેરમાં શકિતનગર-૨ સંસ્કારમાં આવેલ ઘર નં.૧૦/બી (અશ્વિનભાઇ જયશંકર વોરા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૯/૩ સુધી, ભુજ શહેરમાં આઇયાનગરમાં આવેલ ઘર નં.૪૦૦-એ (દર્શનાબેન જીગરભાઇ બારમેડા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૯/૩ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.

(12:45 am IST)