Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

મોરબી પોસ્ટ ઓફિસમાં વધુ 5 સહીત કુલ 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ : ફફડાટ

મોરબી, વાંકાનેર અને ટંકારા મળી સાત કર્મચારી કોરોના પોઝિટિવ બાદ વધુ 5 કર્મચારીઓને કોરોના વળગ્યો

મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીઓની માઠી દશા બેઠી હોય તેમ ગઈકાલ સુધીમાં સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ કર્મચારીઓને કોરોના વળગ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે

મોરબી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગઈકાલ સુધીમાં મોરબી, વાંકાનેર અને ટંકારા મળી સાત કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ પોસ્ટલ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યાનું ખુદ પોસ્ટ વિભાગના કર્મચારીઓ જણાવી રહ્યા છે..

(10:39 pm IST)