Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

જયેશ પટેલ બિનઅધિકૃત રીતે લંડનમાં રહેતો હોવાથી મોટી કાયદાકીય ગુંચ ન પણ આવે : નિષ્ણાંતોનો મત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : જામનગરના કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ ઈન્ટરપોલના હાથે લંડનમાં ઝડપાયા બાદ તેને ભારતમાં લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે નિષ્ણાતોના મતે જોવામાં આવે તો જયેશ પટેલ બિનઅધિકૃત રીતે લંડનમાં વસવાટ કરતો હોય તો તેને ભારત લાવવા મોટી કાયદાકીય ગૂંચ ન પણ આવે પરંતુ લંડન ની સરકાર ગેરકાયદેસર રહેવા બદલ લંડન માં ગુનો નોંધે તો ત્યાંની ન્યાયપ્રક્રિયા મુજબ કોર્ટની કાર્યવાહી અનુસાર તેના માપદંડો નક્કી થાય. અને તે મુજબ ભારત લાવવા વહેલા મોડું થઈ શકે એવું ચોક્કસ કહી શકાય.

અત્રે પણ ઉલ્લેખનીય છે કે એન.આર.આઈ. હોવાથી વિજય માલ્યા અને નીરવ મોદી જેવા કરોડોના કૌભાંડી કાયદાકીય છટકબારીનો લાભ લઈને બચી રહ્યા છે જ્યારે જયેશ પટેલના કેસમાં જયેશ પટેલ કેવા સંજોગોમાં કેવી રીતે ત્યાં ગયો છે. અને તેનો કેસ આ બંનેથી થોડો વિપરીત છે જેથી કાયદાકીય આંટીઘૂંટી ઓછી આવે તેવું ચોક્કસ મનાઈ રહ્યું છે.

ભારત સરકાર અને યુકે વચ્ચે હાલ જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ના ધરપકડ બાદ ભારત લાવવા તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા સરળતા પુર્વક હાથ ધરાય તો ગણતરીના દિવસોમાં જયેશ પટેલને જામનગર લાવી શકાશે.

(12:53 pm IST)