Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

જામનગરમાં મિલ્કત વેરા શાખા દ્વારા ૧૦ મિલ્કતોની જપ્તી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૮: મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા દ્વારા તા. ૩૧/૩/૨૦૨૦ સુધીનો મિલ્કત વેરો ન ભરનાર મિલ્કતધારકોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિતની બજવણી તેમજ વારંવાર રૂબરૂ જણાવવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર બાકીદારોની ૧૦ મિલ્કતોને 'જપ્તી'માં લેવામાં આવેલ છે.

આમ, કુલ ૧૦ મિલ્કતો 'સીલ' કરવામાં આવેલ અને સ્થળ ઉપર કુલ -૧૪૧ આસામીઓ પાસેથી કુલ રૂ. ૫૪,૫૮,૭૮૩ની વસુલાત કરવામાં આવેલ. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન આજદિન સુધીમાં કુલ રૂ. ૫૯.૨૨ કરોડની વસુલાત તેમજ કુલ-૭૩ મિલ્કતોને 'સીલ' કરવામાં આવેલ છે.

ઉપરોકત રીકવરીની કામગીરી કમિશનરશ્રીની સુચના અનુસાર આસી. કમિશનર (ટેકસ) જીજ્ઞેશભાઇ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે.નંદાણીયાનાં માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમો દ્વારા કરવામાં આવેલ હતી.

આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલીક બાકી મિલ્કત વેરો ભરપાઇ કરવા બાકીદારોને જાણ કરવામાં આવે છે.

ટીમ દ્વારા રસિકભાઇ પાદરીયા, પિયુષ ચંદ્રકાંત શાહ, મીનાબેન ચંદ્રકાંત શાહ, જગજીવન પોપટ, ભાડુઆડ ભૂમિ એગ્રો, નેઇમ નોટ ફાઉન્ડ, મોકડા યુસુફ અબ્દુલ સતાર, શ્રી પાલ બિલ્ડસ, બળવંતરાય રામલોક પંડિત સામે કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)