Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે ઉશ્કેરણીજનક વીડીયો ઉતારનાર સામે ફરીયાદ નોંધાવી

વેરાવળ, તા.૧૮: સોમનાથ દરીયાકિનારે ઉશ્કેરી જનક વીડીયો બનાવી મુકતા જનરલ મેનેજરે ફરીયાદ નોંધાવતા પાનીપત હરીયાણાથી આ શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરાયેલ છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પાનીપત હરીયાણાના ઈષાદ રસીદે સોમનાથ મંદિરના પુર્વ ઈતિહાસ નું વર્ણનકરી મહમદ ગઝની એ ઘ્વશં કરેલ હતો તેનો ઉલેખ કરી ઉશ્કેરી કરેલ હતી તેમજ હીન્દુ ની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારેલ જેથીપ્રભાસપાટણ પોલીસે ટીમો મોકલી ધરપકડ કરેલ છે અને તેની સામે ૧પ૩(ક),ર૯પ(ક) મુજબ ફરીયાદ દાખલ કરેલ છે તેની તપાસ ઈન્ચાર્જ પી.આઈ ડી.ડી.પરમાર ચલાવી રહેલ છે.

લોહાણા યુવક મંડળ દ્રારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

વેરાવળ લોહાણા યુવક મંડળ દ્રારા મહાજન વાડીમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો તેમાં ૧૧૦ વિદ્યાર્થીઓનું સન્માન કરેલ હતું તેમજ ઉચ્ચકક્ષાની ડીગ્રી લઈ પાસ થયેલાનું પણ વીશીષ્ઠ સર્ટીફીકેટો અપાયેલ હતા.

વેરાવળ લોહાણા યુવક મંડળ તથા લોહાણા બોર્ડીગ દ્રારા દર વર્ષની જેમ સરસ્વતી સન્માનનું ભવ્ય આયોજન કરાઈ છે આ વર્ષે પણ સરકાર નીતી નિયમો મુજબ આયોજન કરાયેલ હતું તેમાં સ્કુલ, કોલેજ તથા અન્યય ઉચ્ચકક્ષાની ડીગ્રીમાં સૌથી સારા ટકે પાસ થયેલા ૧૧૦ વિદ્યાર્થીનું સન્માન કરાયેલ હતું તેમજ એમબીબીએસ, એન્જીનીયરીગ,એમબીએ સહીત વિશીષ્ઠ ડીગ્રી જેને મળેલ હતી તેને સર્ટીફીકીટો અપાયેલ હતા આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાનો તેમજ મહાજન ઉપપ્રમુખ સહીત રઘુવંશી પરીવારના ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહેલ હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્રારા દીવ બસનો પ્રારંભ

સોમનાથ ટ્રસ્ટ દ્રારા યાત્રીકોને વધારાની સુવિધા મળી રહે તે માટે દીવબસ નો તા.ર૦થી પ્રારંભ કરાશે.

સોમનાથ દરરોજ મોટી સંખ્યામાં યાત્રીકો આવક જાવક કરતા હોય તેને દીવ જવા માટે મુશ્કેલી પડતી હોય જેથી સોમનાથ ટ્રસ્ટે યાત્રીકો માટે સોમનાથથી ગંગેશ્વર બસનો તા.ર૦ થી પ્રારંભ થશે જેમાં ફકત રૂ.પ૦૦ માં ગંગેશ્વર મહાદેવ, નાગવા બીચ,માર્કેટ, ચર્ચ, મ્યુઝીયમ, ફુકરી, કીલ્લા સહીત દીવમાં જોવા લાયક સ્થળો બતાવવામાં આવશે તેમજ બપોરે ભોજનની વ્યવસ્થા આ પેકેજમાં કરાયેલ છેે

આ વ્યવસ્થા થતા યાત્રાળુઓને વધારાનો લાભ મળશે.

વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન,એમ.ડી ની વરણી

વેરાવળ પીપલ્સ બેંક ના નવા ચેરમેન તેમજ એમ.ડી ની વરણી કરાયેલછે જેને ડાયરેકટરોએ હર્ષથી વધાવેલ હતી.

વેરાવળ પીપલ્સ બેંક ના જનરલ મેનેજર આર.આઈ,ચંદારાણા એ જણાવેલ હતું કે સભ્યોની મીટીગ મળેલ હતી તેમાં ચેરમેન તરીકે અશોક ગદા, એમ.ડી વિક્રમ તન્ના, જોઈન્ટ એમ.ડી સુનીલ સુબાની વરણી કરેલ હતી તેને ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ બિરદાવેલ હતી અને અભિનંદન આપેલ હતા.

(12:50 pm IST)