Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

જેતલસરમાં સગીરાની હત્યા કરનાર જયેશ સરવૈયાની ધરપકડ

કોરોના રીપોર્ટ બાદ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરશેઃ આરોપીની જાહેરમાં સરભરા કરવાની માંગ લોકોએ અને પરીવારજનોએ કરી'તી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૮: તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં નરાધમે સગીરા લગ્ન માટે તાબે નહી થતા છરીના બેફામ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરેલ અને બચાવવા વચ્ચે પડેલ માસુમ ભાઇને પણ છરીના ઘા ઝીંકી દીધા પોલીસે બનાવની ગંભીરતા જાણી તુરંત ૪ આરોપી જયેશ સરવૈયા દબોચી લીધેલ. આજ રોજ કોરોના રીપોર્ટ બાદ રીમાન્ડમાં માંગવામાં આવશે.

અત્રેના જેતલસર ગામે રહેતા શ્રમીક પરીવાર કિશોરભાઇ રવજીભાઇ રૈયાણીની વ્હાલસોઇ દિકરીને છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં પડેલ આજ ગામમાં રહેતો જયેશ સરવૈયા પજવતો હોય અને અવારનવાર પોતાની સાથે લગ્ન કરવાની માંગણી કરતો હોય સગીરા સ્કુલે અભ્યાસ કરવા જતા ત્યાં તેનો પીછો કરતો હોય તેથી જયેશને ના કહેતા સમજેલ નહી તેથી સગીરાએ પિતા કિશોરભાઇને વાત કરેલ તેથી જયેશના પિતાને આ બાબતે વાત કરતા ગીરધરભાઇએ પુત્ર જયેશને ઠપકો આપેલ છતા તે સુધરેલ નહી અને બે દિવસ પહેલા બપોરના સમયે સગીરા પોતાના ઘરે એકલી હોય તકનો લાભ લઇ જયેશ ઘેર જઇ ફરી વખત કહેલ કે મારી સાથે લગ્ન કર, સગીરાએ ના કહેતા પોતાની પાસે રહેલ છરી વડે નિર્દયતાથી બેફામ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલ. પોતાની બહેનને બચાવવા વચ્ચે પડેલ માસુમ હર્ષને પણ જયેશે છરીના ઘા ઝીંકી દીધા. હર્ષને પાડોશીઓએ સંભાળી લેતા જયેશ નાસી છુટેલ. પોલીસે કિશોરભાઇની ફરીયાદ પરથી જયેશની ધરપકડ કરેલ. આજ રોજ તેનો કોરોના રીપોર્ટ આપ્યા બાદ તપાસ હાથ ધરશે. જરુર મુજબ કોર્ટમાં રજુ કરી તેની રીમાન્ડ માંગવામાં આવશે તેવુ એએસપી સાગર બાગમારે જણાવેલ.

 તપાસનીસ અધિકારી તાલુકા પીએસઆઇ પી.જે.બાંટવાએ બનાવની પગલે  ગામ લોકોએ ગઇકાલે મૃતદેહ ત્યાં સુધી સંભાળવામાં નહી આવે જયાં સુધી જયેશને જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી માંગણી કરતા ગામ લોકોને શાંતી જાળવવા અને કાયદા મુજબ બધી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ હતી.

(12:47 pm IST)