Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

પાટડીના દેગામ, ગેડીયા ગામની સીમમાં ૭ હથિયારો સાથે પાંચ ઝડપાયા

વઢવાણ તા.૧૮ : સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગાર હથિયાર ધારા હેઠળના વધુમાં વધુ કેશો શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરી કરાવવા સુચના કરવામાં આવેલ.

જીલ્લામાં ગે-કા.હથિયારો રાખનાર ઇસમો શોધી કાઢી, હથીયારધારાના વધુમાં વધુ કેશો કરવા, તેમજ પોલીસ વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવતા ગે-કા. હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા-રાજયમાંથી આવતા હોય, અમુક હથીયારો લોકલ ઇસમો દ્વારા જાતેથી બનાવી વેચવામાં આવતા હોય જેથી આવા રેકેટનો પર્દાફાશ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.સુરેન્દ્રનગરનાઓએ માર્ગદર્શન આપેલ.

પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા એલ.સી.બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી પ્લાન તૈયાર કરી 'સુરેન્દ્રનગર જીલ્લો ગે-કા. હથિયારોથી મુકત જીલ્લો' બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી ખાસ વિસ્તારો ટારગેટ કરી તે વિસ્તારના અસામાજીક ઇસમોની હાલની પ્રવૃતિ બાબતે માહીતી એકઠી કરવામાં આવેલ.

ગેડીયા ગામની નર્મદા કેનાલ ઉપરથી તથા કેનાલની બાજુના સીમ વિસ્તારમાંથી (૧) આરોપી ઇદ્રીશભાઇ અનવરખાન જતમલેક ઉ.ર૭ ધંધો ખેતી રહે. બજાણાને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કી. રૂ.ર,૦૦૦ સાથે તથા (ર) આરોપી સરદારખાન અલીખાન જતમલેક ઉ.૩૭ ધંધો ખેતી રહે ગેડીયા, તા.પાટડી વાળો તે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-ર કિ. રૂ.૪૦૦૦ સાથે તથા (૩) આરોપી મુઝફરખાન સાંધાજી જતમલેક ઉ.૩૦ ધંધોખેતી રહેે. ગેડીયા તા.પાટડી વાળો તે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-ર કી. રૂ.૪૦૦૦ સાથે તથા દેગામ ગામની ગોઢ ઓકળાવાળા સીમ વિસ્તારમાંથી (૪) આરોપી બીસ્મલાખાન ઉર્ફે બીસુ નશીબખાન જતમલેક ઉ.ર૭ ધંધો ખેતી રહે. દેગામ, મદ્રાસા પાસે તા.પાટડી વાળો તે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કિ. રૂ.ર૦૦૦ સાથે (પ) આરોપી મેરૂભાઇ ઉકાભાઇ વાણીયા જાતે બજાણીયા ઉ.૬૦ રહે. ગામ, બજાણીયા વાસ તા.પાટડીવાળો તે દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કી. રૂ.ર૦૦૦ સાથે ઝડપી લીધેલ છેપાંચેય આરોપીઓને કુલ હથિયારો-૭ કુલ કિ. રૂ.૧૪,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા ઉપરોકત આરોપી સી.નં-૧ થી ૩ પાસેથી મળેલ હથિયારો (૧) ભીખાભાઇ ગાંડાભાઇ વાલ્મીકી રહે.સેડલા તા.પાટડી વાળાએ બનાવીઆપેલ હોવાની તેમજ સી.નં.પ વાળા પાસેથી મળેલ હથીયાર (ર) ધનજીભાઇ ઉકાભાઇ વાણીયા રહે.દેગામ તા.પાટડી વાળા પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂદ્ધ બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પાંચ ગુન્હાઓ રજી. કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા રૂતુરાજસિંહ નારરાંગભા તથા વાજસુરભા લાભુભા તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેડ. કોન્સ હીતેષભાઇ જેસીંગભાઇ તથા ચમનલાલ જશરાજભાઇ તથા અનિરૂદ્ધસિંહ અભેસંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વીજયસિંહ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ ટીમ દ્વારા પ આરોપીઓને પકડી પાડેલ છે.

(11:32 am IST)