Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

માળીયા અમદાવાદ હાઇવે ઉપર ચોરીઓ કરતી તાડપત્રી ગેંગનો હત્યાના પ્રયાસનો આરોપી ઝડપાયો

વઢવાણ,તા.૧૮: સુરેન્દ્રનગર જીલ્લાના હાઈવ સહિત મુખ્ય માર્ગો પર ચોરી સહિતના બનાવો વધી રહ્યાં છે અને ગુન્હાઓ આચર્યા બાદ આરોપીઓ નાસતા ફરતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

જીલ્લા પોલીસવડાની સુચનાથી તથા ધ્રાંગધ્રા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન હાઈવેચોરીના તથા તાટપત્રી ગેંગના નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ બજાણા પોલીસે માળીયા-અમદાવાદ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન હાઈવેચોરીના તથા તાડપત્રી ગેંગના નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગ હાથધર્યું હતું. જેમાં બજાણા તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના હત્યાની કોશીશના ગુન્હામાં નાસતા ફરતાં આરોપી કિસ્મતખાન અયુબખાન જતમલેક રહે.સવલાસ તા.પાટડીવાળાને દેગામ તથા પીપળી ગામ વચ્ચે આવતી રેલ્વે ફાટકથી બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અને બજાણા પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથધરી હતી. જયારે આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ બજાણા પીએસઆઈ વી.એન.જાડેજા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.

(11:31 am IST)