Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

ભાવનગરમાં ફાયર વિભાગની મોટી કાર્યવાહી : એનઓસી વગરની મિલ્કતોને સીલ મારી દેવાયું

હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા બાદ ઔદ્યોગિક એકમો સામે પણ હવે તંત્રએ લાલ આંખ કરી

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા પુનઃ ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતી મિલકતો સામે કાર્યવાહી શરૂ કરતા શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં આવેલ ઈનાર્કોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સીલ મારવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ફાયર સેફ્ટીનો અભાવવાળી અને ફાયર સેફ્ટી નહીં ધરાવતી મિલકતોને નોટીસ આપ્યા બાદ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજે ઈનાર્કોને સિલ મારવામાં આવ્યા હતા. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા બાદ ઔદ્યોગિક એકમો સામે પણ હવે તંત્રએ લાલ આંખ કરી છે અને કાર્યવાહી હાથ ધરતા આજે ભાવનગર રબર ફેક્ટરી રોડ પર હજારો કામદારો દ્વારા રબર બનાવતી ફેક્ટરીમાં ફાયર બ્રિગેડ દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં ફાયર સેફ્ટીના નિયમ અનુસાર સુવિધા નહીં ઉભી કરતા અંતે આજે ઈનાર્કો ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું હતું.

(10:27 am IST)