Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

કચ્છમાં શંકાશીલ પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી સળગતા ચૂલામાં નાખી હત્યા

પાંચ સંતાનો ધરાવતા દાંપત્ય જીવનનો પતિની ક્રૂરતાથી અંત

(વિનોદ ઝાલા દ્વારા) ભુજ તા. ૧૮ : કચ્છમાં પારિવારિક ઝઘડામાં ઉપરાઉપરી બીજે દિવસે બનેલા હત્યાના બનાવે ચકચાર સર્જી છે. મુન્દ્રામાં ભાઈના હાથે બહેનની હત્યા થયા બાદ ભચાઉના ભરૂડીયા ગામે પતિએ પોતાની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

 

હેતુભા ઝુઝારસંગ સોઢાએ પોતાની પત્ની ગજરાબાની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હતી. પત્નીના ચારિત્ર્ય પ્રત્યે શંકા રાખી પતિ હેતુભાએ છરીના ઘા ઝીંકયા બાદ પત્ની ગજરાબા ને સળગતા ચૂલામાં નાખી દીધા હતા. બાદમાં તે નાસી ગયો હતો.

આ દંપતીને પાંચ સંતાનો છે, આ ઘટના સમયે તેઓ બહાર હતા. નાની દીકરી જયારે ઘેર આવી ત્યારે મા ની હાલત જોઈ બૂમરાણ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યારા પતિને ઝડપી લીધો છે.

(10:42 am IST)