Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ધો. ૬ થી ૮ના વર્ગોનો પ્રારંભ

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા,તા. ૧૮: ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ ૬ થી ૮ના વર્ગોનો પ્રારંભ કરાયેલ છે.

ટંકારામાંશ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા રાજકોટ હાઇવે રોડ ઉપર, ખોડીયાર આશ્રમની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરાયેલ છે.

આ સંકુલ ખાતે આર્યસમાજનો વૈદિક યજ્ઞ કરાયેલ અને ધોરણ ૬ થી ૮ના વર્ગોનો પ્રારંભ કરાયેલ છે.

આ પ્રસંગે અશોકભાઈ ડી. પટેલ પ્રમુખ, બેચરભાઈ પટેલ ઉપપ્રમુખ, લવજીભાઈ પટેલ મંત્રી ,સંજયભાઈ ભાગ્યા મંત્રી, ગંગારામભાઈ પટેલ ખજાનચી, શિક્ષણ સમિતિ તથા બાંધકામ સમિતિના સભ્યો, ટ્રસ્ટી ગણ તથા વિદ્યાર્થીઓએ યજ્ઞમાં ભાગ લીધેલ.

પ્રમુખશ્રી અશોકભાઈ ડી પટેલ જણાવેલ કે સરકારની ગાઈડ લાઈન મુજબ ધોરણ ૬ થી ૮ ના વર્ગોનો પ્રારંભ કરાયેલ છે. હાઇસ્કુલ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગાઈડ લાઈન મુજબ શરૂ કરાશે.

(12:49 pm IST)