Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સાયલાના ખિટલામાં ફાયરીંગમાં યુવકનું મોત

સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સો ઢીમ ઢાળીને નાશી છૂટયા

 વઢવાણ, તા. ૧૮ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખિટલા ગામ ખાતે સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ ખિટલા ગામના યુવાન ઉપર ફાયરીંગ કરી અને યુવાનનું ઢીમ ઢાળી દઇ અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે.

સાયલા તાલુકાના ખિટલા ગામ ખાતે સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ બોલાચાલી ઝપાઝપી થતા એક પાર્ટી દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરીંગ યુવાન ઉપર કરાતા ધીરૂભાઇ જેઠસુરભાઇ ખવડ (કાઠી)નું ઢીમ ઢાળી દેવામાં આવેલ છે.

સાયલા પોલીસ તપાસમાં ગયેલ છે. જયારે આરોપીઓ ફાયરીંગ કરી યુવાનનું મોત નિપજાવી નાશી છૂટવામાં સફળ રહ્યા છે. ત્યારે સાયલા તાલુકાના ખિટલા ગામમાં ભારે અરેરાટી સર્જાવા પામેલ છે. જયારે મૃતક ધીરૂભાઇ ખવડના મૃતદેહને સાયલા સાવજનીક દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જયાં સમાજના લોકોના ઢોળા એકઠા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(3:56 pm IST)