Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે-સવારે ઠંડક બાદ હુંફાળુ હવામાન

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઠંડી ગાયબ થતી હોય તેવો માહોલ છવાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચે ચડવા લાગ્યો છે.

જેના કારણે માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અહેસાસ થાય છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જૂનાગઢ

જૂનાગઢઃ આજે જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડી રહી હતી.

સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૧ ડિગ્રી રહ્યુ હતુ. જ્યારે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૭૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિ.મી.ની રહી હતી.

(3:56 pm IST)