Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઉના તાલુકાના ગીર ગઢડા ગામના રેવન્યુ સર્વે નં.૨૪૭ના બિનખેડવાણ પ્લોટ્સ સંબધે નામદાર સિવિલ કોર્ટે ફરમાવેલ મનાઇ હુકમ કાયમ રાખતી કોર્ટ

વાદીએ બોગસ-બનાવટી અને ફ્રોડયુલન્ટલી ઉભા કરેલ દસ્તાવેજો આધારીત કરેલ દાવાના કામે નામદાર સિવિલ કોર્ટએ ફરમાવેલ મનાઇ હુકમ વિરૂધ્ધની પ્રતિવાદીની અપીલ નામંજુર કરતો ચુકાદો

રાજકોટઃ તા.૧૮, આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, ઉના તાલુકાના ગીર ગઢડા ગામના મૂળ રેવન્યુ સર્વે નં. ૨૪૭થી જમીન એકર ૩-૦ ગુંઠા બિનખેતીમાં ફેરવતાં મંજુર થયેલ લે-આઉટ પ્લાન મુજબ કુલ ૫૬ પ્લોટ પાડવામાં આવેલા. જે માંહેથી પ્લોટ નં. ૧ થી ૧૪ તથા પ્લોટ નં. ૧૬ થી ૨૭ તેમજ પ્લોટ નં. ૩૫ થી અને પ્લોટ નં. ૪૯, ૫૦ તથા પ્લોટ નં. ૧પમાંથી જમીન ચો.મી.આ. ૧૪૩-૦૦ અને પ્લોટ નં. ૨૮માંથી જમીન ૨૬-૦૦ ચો.મી. ગુ. કરમાલી ઉર્ફ કરમઅલી કાજાણીની સ્વતંત્ર માલિકી- કબ્જા-ભોગવટાની આવેલ, જે પ્લોટ સંબંધે ગુજ, કરમાલી ઉર્ફે કરમઅલી કાજાણીએ કયારેય કોઈની સાથે વેચાણ વ્યવહાર કરેલ નહીં કે તેવા કોઈ અધિકાર કયારેય આપેલ નહીં. સને ૧૯૮૯-૯૦ની સાલથી કરમઅલી તેમના પત્ની અને પુત્રો સાથે પાકિસ્તાન ચાલ્યા ગયેલ. અને ૧૯૯૭થી ત્યાંનું નાગરિકત્વ પ્રાપ્ત કરેલ અને તેઓ ૨૦૦૦ની સાલમાં ભારત આવેલ નહીં. કરમાલી ઉર્ફ કરમઅલી કાજાણી પાકિસ્તાનમાં જ અવસાન પામેલ.

 સને-૨૦૦૦ની સાલમાં કરમાલી ઉર્ફે કરમઅલી કાજાણી ભારત આવ્યા હોય તેવું કાવત્રુ અને કૌભાંડ ઉભું કરી તેમજ ગેરકાયદેસર મિલાપીપણું રચી વાદગ્રસ્ત પ્લોટ્સ સંબંધે રેવન્યુ રેકર્ડમાં નોંધ નં. ૨૭૪૪ની બોગસ નોંધ પડાવી ગુજ, કરમાલી કાજાણીના ભાઈ જલાલુદ્દીન અલાદીન કાજાણી- રહે. હૈદરાબાદનાએ ગુજ. કરમાલીભાઈની માલિકી તથા કબ્જાના ઉપરોકત પ્લોટ્સ તેના નામે કરાવેલ તેમજ કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ઘ ફોડથી અને બોગસ, બનાવટી સહી કરી બોગસ કુલમુખત્યારનામું ઉભું કરેલ છે અને ત્યારબાદ જલાલુદીન કાજાણીએ આબીદઅલી શાહબુદીન રહે.ઉના ને આપેલ કુલમુખત્યારનામાના આધારે ઉપરોકત પ્લોટ્સ રાજેન્દ્રભાઈ ઉકાભાઈ ભેંસાણીયા તથા વિનુભાઈ ભૂપતભાઈ જોગનો વેચાણ દસ્તાવેજ ઉભો કરી અનુ. નં. ૪૯૮, તા. ૨૭-૨-૨૦૧૨થી વેચાણ દસ્તાવેજ બનાવેલ અને આમ, ગેરકાયદેસર મિલાપીપણું રચી, પરિસ્થિતીનો ગેરલાભ ઉઠાવી અને ખોટાં-બોગસ-બનાવટી દસ્તાવેજોને આધારે ગુનાહિત કૌભાંડ આચરેલ છે.

 ઉપરોકત ગેરકાયદેસરના કૃત્યોની તથા કૌભાંડની ગુજ. કરમઅલી કાજાણીના દિકરી રશીદાબેન કરમાલી ઉર્ફે કરમઅલી કાજાણી કે જેઓ હૈદરાબાદ મુકામે રહે છે તેઓને જાણ થતાં તેઓએ પ્રતિવાદીઓ જલાલુદીન અલાદીન ઉર્ફે અલાઉદીન કાજાણી હાલ રહે. હૈદરાબાદ, આબીદઅલી શાહબુદીન કોજાણી હાલ રહે.ઉના તથા ગેરકાયદેસર મિલાપીપણાંથી સવાલવાળો વેચાણ દસ્તાવેજ ઉભો કરનાર પ્રતિવાદીઓ રાજેન્દ્રકુમાર ઉકાભાઈ ભેંસાણીયા રહે. સુરત તથા વિનુભાઈ ભૂપતભાઈ મોરડીયા રહે. સુરત વિરુદ્ઘ ઉના તાલુકાના ગીર ગઢડાના પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નં.:૨૨/૨૦૧૩થી ઉપરોકત તમામ આરોપીઓ વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરેલ તેમજ ઉનાની સિવિલ કોર્ટમાં રે.દિ.કે.નં.: ૨૨/' ૧૩ થી ઉપરોકત તમામ આસામીઓ વિરુદ્ઘ દાવો દાખલ કરી રાજેન્દ્રભાઈ ઉકાભાઈ ભેંસાણીયા તથા વિનુભાઈ ભૂપતભાઈ મોરડીયા જોગ થયેલ વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવવા દાવો દાખલ કરી ઉપરોકત પ્લોટ્સ સંબંધે કોઈ વેચાણ, ગીરો કે કોઈપણ રીતે ટ્રાન્સફર કરે નહીં વિગેરે તથા વાદી રશીદાબેનના ઉપરોકત પ્લોટ્સના કન્જામાં કોઈ અડચણ-અંતરાય કરે નહીં વિગેરે. મતલબનો કામચલાઉ મનાઈ હુકમ મળવા અંગે અરજી દાખલ કરેલ.

 નામદાર અદાલતે વાદી રશીદાબેનનો પ્રથમ દર્શનીય કેઈસ માનેલ છે તથા દાવાની અને અરજીની હકિકતોના સમર્થનમાં રજુ કરાયેલ દસ્તાવેજો ગ્રાહ્ય રાખી તથા પ્રતિવાદી જલાલુદ્દીન અલાદીન તથા આબીદઅલી શાહબુદીન તેમજ રાજેન્દ્રકુમાર ઉકાભાઈ અને વિનુભાઈ મોરડીયાએ ગેરકાયદેસર મિલાપીપણું કરેલ હોવાની વાદી એડવોકેટની દલીલ ગ્રાહ્ય રાખેલ તથા વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ્સ સંબંધની રેવન્યુ નોંધ બોગસ અને બનાવટી દસ્તાવેજોના આધારે કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ઘ જઈ પડાવેલ હોવાનું સ્પષ્ટ તારણ આપેલ અને જે હકિકતો અને દાવાની તકરારી વિષયવસ્તુને ધ્યાને લઈ નામદાર સિવિલ કોર્ટએ વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ્સ પ્રતિવાદીઓએ કોઈને ટ્રાન્સફર-એસાઈન કરવા નહીં કે કોઈપણ પ્રકારના વ્યવહાર કરવા નહીં તેવો દાવાના આખરી નિકાલ થતાં સુધી મનાઈહુકમ ફરમાવેલ.

 જે હુકમથી નારાજ થઈ રાજેન્દ્રકુમાર ઉકાભાઈ ભેંસાણીયા વિગેરેએ ઉનાના એડી. ડીસ્ટ્રીકટ જજશ્રી સમક્ષ   દિ.પર. અપીલ નં ૧૮/૨૦૧૪થી અપીલ દાખલ કરેલ. જે અપીલના કામે નામદાર અદાલતે દાવાની હકિકતો ધ્યાને લઈ અને રીસ્પોન્ડન્ટની દલીલો અને એપેલન્ટની દલીલો ધ્યાને લઈ સદરહુ દિ.પર.અપીલ નં.:૧૮/૨૦૧૪ની અપીલ નામંજૂર કરેલ છે અને નામદાર સિવિલ જજશ્રીએ રે.દિ.કે.નં.: ૨૨/૨૦૧૩ના કામમાં ફરમાવેલ હુકમ કાયમ રાખેલ છે.

આ કામમાં વાદી રશીદાબેન તરફે વકીલ શ્રી હરેશ બી. દવે તથા શ્રી મેહુલ વિ. મહેતા રોકાયેલ છે.

(3:55 pm IST)