Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મેંદરડાના પી.એસ.આઇ. ઉંજીયા ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ

એસ.પી. સૌરભસિંઘનું કડક પગલું

જુનાગઢ તા.૧૮ : મેંદરડાના મહિલા પી.એસ.આઇ. વી.કે. ઉંંજીયાએ ફરજમાં બેદરકારી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મેંદરડાના પી.એસ.આઇ. વી.કે. ઉંજીયાને એક ગુનાની તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ તેમાં બેદરકારી જણાતા એસ.પી. સૌરભસિંઘે ઉંજીયાને સસ્પેન્ડ કરતો હુકમ જારી કર્યો હતો.

પીએસઆઇના સામેના સસ્પેન્શનના પગલાથી પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે.

(3:45 pm IST)