Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ચોરવાડ પાસે છકડો ઉંધો વળતા રીક્ષા ચાલકની પત્નીનું મૃત્યુ

રાત્રીનાં અકસ્માતમાં ત્રણને ઇજા

જુનાગઢ, તા., ૧૮: ચોરવાડ પાસે છકડો ઉંધો વળતા રીક્ષા ચાલકનાં પત્નીનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું અને અકસ્માતમાં ત્રણ વ્યકિતને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માતની વિગતો એવી છેકે ચોરવાડ નજીકનાં વિસણવેલ ગામના જગદીશ ગાંગાભાઇ ચૌહાણ ગત રાત્રે ૯ ની આસપાસ પોતાની છકડો રીક્ષામાં પોતાની જ પત્ની જેનુબેન (ઉ.વ.૩૮) અને નરસી કડવાભાઇ ડાભી કોળી વગેરેને બેસાડીને ચોરવાડ નજીકના કાણેક ગામ પાસેથી પસાર થઇ રહેલ.

ત્યારે જગદીશભાઇએ છકડો રીક્ષાના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી.

આ પ્રમાણે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ડ્રાઇવર જગદીશની પત્ની જેતુબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

જયારે નરસીભાઇ ડાભી અને જગદીશ ગાંગાભાઇ વગેરેને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચોરવાડ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)