Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ફલ્લા પાસે બોલેરો પલટી જતા બે ના મોત

ફલ્લા તા ૧૮ : રાજકોટથી ખંભાળીયા તરફ જતા બોલેરો ગાડી નં. જીજે-૧૦-ટીવી-૪૨૭૨ ફલ્લા નજીક પહોંચતા રોંગ સાઇડમાં પલ્ટી મારી જતા બોલેરો સવાર બે વ્યકિતનાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.

આ બંને યુવાનો ખંભાળિયા પંથકના હતા, જેમાં જયેશ નગાભાઇ રાજા (ઉ.વ. ૨૨) અને ભાયાભાઇ માલદેભાઇ રાજા (ઉ.વ. ૨૪) નો બોલેરોમાં ચગદાઇ જતા મૃત્યુ જીપજયા હતા. નજીકના લોકોએ  સ્થળ પર જઇ બંનેના મૃતદેહો બહાર કાઢીને ધ્રોલની સરકારી હોસ્પીટલે પી.એમ. માટે મોકલી આપ્યા હતા.

(3:44 pm IST)