Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વંથલીના બંધળાની મહિલાનું બાઇક ઉપર અપહરણ કરી ફેંકી દેતા મોતઃ હત્યા

સનસનીખેજ હત્યાના બનાવમાં અજાણ્યા શખ્સની શોધખોળ

જુનાગઢ તા.૧૮ : વંથલીના બંધળા ગામની મહિલાનું અજાણ્યા શખ્સે તેના મોટર સાયકલ ઉપર અપહરણ કરી બાદમાં તેણીને ચાલુ બાઇક  ફેકી દઇ તેની હત્યા નીપજાવીને આ ઇસમ નાસી જતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે.

આ અંગેની વિગતો એવી છેકે, વંથલી તાલુકાના બંધળા ગામે રહેતા મંજુબેન અશોકભાાઇ દલિત નામની મહિલા રવિવારે ચારેક વાગ્યાના અસરામાં પુત્ર બીમાર હોય તેથી તેની દવા લેવા માટે મોટા કાજલીયાળા ગામે ગયેલ.

આ પછી મહિલા તેના પુત્ર સાથે પરત પોતાના ગામે  આવતી હતી ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સ જીજે૧૧ ૯૦૦૭ નંબરના મોટ સાયકલ સાથે મહિલાને મળેલ.

આ શખ્સે મહિલાનું બાઇક ઉપર અપહરણ કરી ગયો હતો. આ દરમિયાન કાજલીયાળા પાસે ક્રિકેટ રમી રહેલા યુવાનોએ મહિલાની બુમો સાંભળી જતા આ યુવકોએ તેના બાઇક ઉપર પીછો કર્યો હતો.

પરંતુ જીજે૧૧ -૯૦૦૭ નંબરનો બાઇક સવાર શખ્સ મહિલાને ચાલુ મોટર સાયકલે ધકકો મારી દઇ પછાડતા મંજુબેનનું મૃત્યુ નીપજયુ હતુ.

આ અંગેની જાણ થતાં વંથલીના પી.એસ.આઇ. એન.કે.વિંઝુડા તુરત જ સ્ટાફ સાથે દોડી ગયા હતા અન બંધળાના જીતેન શાંતીભાઇ મકડીયાની ફરીયાદ લઇ અજાણ્યા શખ્સ સામે અપહરણ સાથે હત્યાનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એએસપી સાગર લાગમાકર ચલાવી રહયા છે.

(3:43 pm IST)