Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મોરબીના માનસર ગામે પરિણિતાને ભગાડી જવાનો ખાર રાખી હુમલો

મોરબી તા ૧૮ મોરબીના માનસર ગામે પરિણિતાને ભગાડી ગયાનો ખાર રાખી પતિ અને ત્રણ પુત્રોએ હુમલો કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ મોરબી કંડલા બાયપાસ, એપોલો હોલ પાછળ રહેતા ફરીયાદી પ્રવિણભાઇ શિવાભાઇ પાનસરા (ઉ.વ.૪૫) નો ભાઇ ચમનભાઇ આરોપી સોમાભાઇ રામશીભાઇ પાનસરાના ભાઇની પત્ની મધુબેનને ચારેક માસ પૂર્વે ભગાડી ગયેલ અને તેઓ ચાર માસ બાદ પરત આવી જતાં, પરંતુ તે જુની બાબતનો ખાર રાખી સોમા રામશીએ  ફરીયાદીને હાથના ભાગે તેમજ સાહેદ ટેનેરા, પ્રવીણભાઇને ખંભાના ભાગે પાઇપ વડે ફટકારતા, તેમજ આરોપીના પુત્રો મુકેશ, મહેન્દ્ર અને કીરીટે પાછળથી આવીને ફરી ને લાકડી વડે માર મારી, ગાળો દઇ, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકામાં નોંધાઇ છે.

(3:42 pm IST)