Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધારીના સેમરડીમાં પોલીસ ઉપર હુમલો કરનાર ૮ શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

અમરેલી તા.૧૦: ધારીના સેમરડીમાં અરજીના કામે ગયેલ પોલીસ ઉપર પ્રાણઘાતક હુમલામાં પોલીસે આઠ શખ્સોને ખુંખાર હથિયારો સાથે ઝડપી લીધા હતા પોલીસે ઝડપી પાડેલ સુરેશ હીમત રાધનપરા, રો.ક્રાંગસા, હિંમત ફુલા, હસમુખ હીમત, અબ્દુલખા જલાલખા બ્લોચ રે.સેમરડી, જુમાગમશ, હુસેન જહાગીર, બારન ઉમર, અનત મહમદ નામના શખ્સો પાસેથી બાર બોર ડબલ બેરલ એક બંદુક, કાર્ટીસ, બે છરી મળી તલવાર, કુહાડી ધારીયું પણ મળી આવતા પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરોકત બનાવમાં શ્રી પટેલ હાથમાં કોણીથી ઉપરના ભાગે છરીથી ઇજા થયેલ છે. તેમજ મહેન્દ્રભાઇ વાળાને પેટના ભાગે છરી મારતાં જીવલેણ ઇજા થયેલ છે અને આદિત્ય બાબરીયાને મુંઢ ઇજાઓ થયેલ છે હાલ મહેન્દ્રભાઇ વાળાની સારવાર શરૂ છે.

પોલીસ સ્ટાફ સાથે ઉપરોકત વાડીએ અરજી તપાસમાં જતાં આ કામના આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ કરવાના હેતુથી એકસંપ કરી ગે.કા. મંડળી રચી, પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અમો પોલીસ હોવાનું જાણતા હોવા છતાં અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અમોને તથા અમારી સાથેના પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે ગંભીર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

સદરહું ગુન્હાની આગળની તપાસ વી.એલ.પરમાર ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. ધારીનાઓ ચલાવી રહેલ છે. એલ.સી.સી./ એસ.ઓ.જી.ની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, એસ.ઓ.જી. ટીમ તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (જીઇબી)  ટીમો તથા ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડી ગામે સર્ચ ઓપરેશન કરતાં સેમરડી ગામમાં અનેક ગેરકાયદેસર લાઇટ કનેકશન તેમજ ગેરકાયદેસર હથિયારો, તલવાર, કુહાડી, ધારીયા, છરી, ભાલા તેમજ કાર્ટીસ મળી આવેલ હોય છે.

(3:41 pm IST)