Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમરેલીમાં ક્રિકેટ સટ્ટો ઝડપાયો

અમરેલી તા. ૧૮ : સુખનાથપરા શેરી નંબર અઢી માં આરોપી જયેશભાઇ ઉર્ફે કાળુભાઇ રમણીકભાઇ ઉર્ફે રમેશભાઇ સંજલીયા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.સુખનાથપરા ચક્કરગઢ રોડ,અઢી નંબરની શેરી અમરેલી વાળો પોતાના રહેણાંક મકાનમાં બીગબેસલીગ-૨૦૧૮-૧૯ ની મેલબોન રેનાગેડસ અને સીડની સીકર્સસ વચ્ચેની ટવેન્ટ્ટી-ટવેન્ટ્ટી કિકેટ ટુનામેન્ટ ની બીજી સેમીફાઇનલ મેચમાં સ્કોર ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશન ઉપર જોઇ સેશન ઉપર તેના આર્થીક ફાયદા સારૂ મેચમાં સેસન ઉપર અલગ-અલગ ગ્રાહકો પાસેથી ફોન ઉપર ભાવો બોલી ક્રિકેટ સટ્ટા ઉપર હાર-જીતનો જુગાર રમતાં ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપી  જયેશભાઇ ઉર્ફે કાળુભાઇ રમણીકભાઇ ઉર્ફે રમેશભાઇ સંજલીયા ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.સુખનાથપરા ચક્કરગઢ રોડ,અઢી નંબરની શેરી અમરેલી છે અને (૧) ચંદ્રેશ રહે. વિસનગર (૨) પ્રતિક રહે.અમદાવાદ ફરાર છે. ૧,૬૫,૦૦૦ મોબાઇલ નંગ-૦૪  કિ.રૂ.૬૫૦૦ તથા તથા ક્રિકેટ લગત સાહીત્ય મળી કુલ કિમત રૂ.૧,૭૧,૫૦૦ના મુદામાલ મળી આવેલ છે.

પકડાયેલ આરોપી ચંદ્રેશ રહે. વિસનગર તથા પ્રતિક રહે.અમદાવાદ પાસેથી કપાત કરાવતાં હતા બોબડી લાઇનનું કાર્ડ ઉપરોકત બન્ને ઇસમોનું હોવાનું રેઇડ દરમ્યાન ખુલેલ હોય મજકુર બન્ને ઇસમોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. વધુ તપાસ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.અને સદરહું સટ્ટામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે. તે બાબતે તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ છે.  

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને અમરેલી શહેરમાંથી ક્રિકેટ સટ્ટો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(3:41 pm IST)