Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બજાણાના ઝેઝરી ગામની સીમમાંથી ૧ર૩૦ બોટલ દારૂ પકડાયોઃ આર.આર.સેલ.નો દરોડો

દારૂનો જથ્થો મંગાવનાર કેસરખાન મલેક તથા પ્રતિક સોમૈયાની શોધખોળ

રાજકોટ તા. ૧૮ :.. સુરેન્દ્રનગર જીલ્લાના બજાણા પો. સ્ટે. વિસ્તારની ઝેઝરી ગામની સીમમાં આરઆરસેલના દરોડો પાડી  ૧ર૩૦ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

રેન્જમાં પ્રોહી. જૂગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઇજી પી. સંદીપ સિંહે આરઆરેલ.ના પો. સ. ઇ. એમ. પી. વાળા તથા તેમની ટીમને પ્રોહીબીશન અંગેની કામગીરી કરવા જણાવેલ જે અન્વયે સેલની ટીમના માણસોને મળેલ હકિકત આધારે સ્ટાફના દિપસિંહ ચીત્રા, સવજીભાઇ દાફડા, રાજદીપસિંહ ઝાલા, લક્ષ્મણસિંહ ઝાલા તથા રવીભાઇ ભરવાડનાઓએ ઝેઝરી ગામનની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટાની જગ્યામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ર૩૦ કિ. રૂ. ૧,૬પ,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી સદર દારૂ મંગાવનાર આરોપીઓ કેસરખાન એલમખાન મલેક રે. ઝેઝરી તા. પાટડી તથા પ્રતિક ઉર્ફે છોટુ પ્રફુલભાઇ સોમૈયા રે.વકીલ સોસાયટી સુરેન્દ્રનગર વાળાઓ હાજર ન મળી આવતા બન્ને વિરૂધ્ધ બજાણા પો. સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવેલ છે.

(3:40 pm IST)