Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મોરબી જીલ્લામાં દેશભકિતનો જુવાળઃ શહિદ વિર જવાનોના પરિવારને આર્થિક મદદ માટે ૨ કરોડથી વધુ સ્કમ એકત્ર

મોરબી, તા.૧૮:- કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં દેશના ૪૨ જવાનો શહીદ થયા છે ત્યારે દેશભરમાં દ્યટનાથી ગુસ્સો છે અને સૌ કોઈ શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી રહયા છે ત્યારે મોરબીમાં ઉદ્યોગપતિઓથી લઈને સેવાભાવી સંસ્થાઓ સહિતના સૌ કોઈ શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરી રહ્યા છે અને મોરબીમાં ફંડની રકમ બે કરોડને વટાવી ચુકી છે.

મોરબી સિરામિક એસો દ્વારા શહીદ પરિવારોને આર્થિક મદદ કરવાના હેતુથી પહેલ કરવામાં આવી હતી અને એસોના નિર્ણય ને ઉદ્યોગપતિઓએ વધાવી લઈને ફંડ એકત્ર કરવા ઉદાર હાથે અનુદાન આપ્યું હતું જેને પગલે સિરામિક એસો દ્વારા અત્યાર સુધીમાં ૧.૪૦ કરોડથી વધુના ફંડ ઉપરાંત ઓરપેટ કંપની દ્વારા ૪૪ લાખ, મોરબી કોલ એસો દ્વારા ૧૭ લાખ, બિલ્ડર એસો ૫ લાખ, સિરામિક પ્લાઝા ૧-૨ સહિતના કોમ્પ્લેક્ષના વેપારીઓ દ્વારા ૧.૭૦ લાખ, ટંકારાના વીરપર ગ્રામજનો દ્વારા ૧ લાખનું ફંડ એકત્ર કરાયું છે તે ઉપરાંત મોરબીની સ્કેટિંગ સંસ્થાઓ દ્વારા ૨૦ હજારનું ફંડ એકત્ર કરાયું છે.

મોરબીમાં માતૃભુમી સંસ્થા દ્વારા શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો અને સંસ્થા દ્વારા એકત્ર કરેલ ૪.૨૫ લાખનો ફાળો તેમજ બોક્ષ સ્ટ્રેપર્સ એસો દ્વારા ૫.૭૩ લાખના ફંડ સહીત કુલ રકમ ૨ કરોડના આંકને વટાવી ચુકી છે અને સતત અનુદાનનો ધોધ વરસી રહ્યો છે.

કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં દેશના ૪૦ થી વધુ બહાદુર જવાનોની શહાદત બાદ દેશભકિતનું જુવાળ અને દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો છે અને મોરબી જીલ્લામાં શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ શ્રદ્ઘાંજલિ માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

મોરબીના જેતપર ગામમાં કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે ઉપરાંત આમરણ (ડાયમંડનગર) અને જુના આમરણમાં શનિવારે અને રવિવારે મૌન રેલી યોજવામાં આવી હતી તે ઉપરાંત ભરતનગર ગામ અને લીલાપર ગામમાં શહીદોને શ્રદ્ઘાંજલિના કાર્યક્રમ યોજાયા હતા જયારે મોરબીના કોયલી ગામે નિવૃત આર્મીમેનના સ્મરણાર્થે તેમજ શહીદોના પરિવારોના લાભાર્થે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકત્ર થયેલ ફંડ આર્મીના જવાનોના પરિવારને અર્પણ કરવામાં આવશે તે ઉપરાંત મોરબીમાં આજે ચુવાળીયા કોળી ઠાકોર સમાજના સમૂહલગ્ન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વીર જવાનોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ઘાંજલિ અર્પણ કરાઈ હતી.

 તો મોરબીની અગ્રણી ઓરપેટ કંપની દ્વારા સોમવારે મૌન રેલીનું આયોજન કરાયું છે જેમાં કંપનીના દરેક કર્મચારી અને નાગરિકો જોડાશે રેલી સમય ગેટથી શરુ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને મૌન રેલી થકી શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરાશેે.(૨૨.૧૦)

(3:36 pm IST)