Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શ્રી વાંકાનેર તાલુકા ગૌપાલક સમુહલગ્ન સમિતિ દ્વારા

નવમાં સમુહ લગ્નોત્સવમાં ૬૬ દિકરીએ પ્રભુતામાં પગલા પાડેલ

વાંકાનેરના આંગણે છેલ્લાનવ...નવ...વર્ષથી શ્રી વાંકાનેર તાલુકા ગૌપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય ૬૬ દિકરીઓના એક મંડપ નિચે પ્રભુતામાં પગલા પડે આવો રૂડો શ્રી મચ્છો માતાજી મંદિર-મિલપ્લોટ અમરસિંહજી મિલ ગ્રાઉન્ડના ખુલ્લા વિશાળ પટાંગણમાં એક સાથે ૨૦ હજાર ગૌપાલક (ભરવાડ) સમાજનો મેળો ભરાણો હોય એવી અનુભૂતિ થતી હતી વાંકાનેર તાલુકામાં આમેય ગૌપાલક મોટી તાદાતમાં છે. પ્રતિવર્ષ આ જગ્યાએજ સમુહલગ્ન થાય છે. ઓછુ ભણેલ કોમ તેમ છતા જ્ઞાતિરત્નોની સખાવતથી તમામ ૬૬ દિકરીઓને તમામ પ્રકારનો કરીયાવર આપવામાં આવ્યો હતો. આજ સવારથીજ ભરવાડ સમાજ ઉમટી પડેલ સમગ્ર ગુજરાતમાંથી ગૌપાલક ભાઇ-બહેનો આવેલ હજુ પણ સૌરાષ્ટ્રનો ભરવાડ સમાજનો પહેરવેશ પરંપરાગત છે. હજુ લગ્નપ્રસંગે પાઘડી, બંડી, કેડીયુ, ચોરણી અને સોના-ચાંદીના અભુષણો પહેરેલ તો કન્યા પણ ભરવાડ સમાજનો પહેરવેશ રાખે છે. પણ લગ્ન પ્રસંગે હવે કન્યા થોડી ફેશનેબલ લાગે છે. અને જ્ઞાતિના ઘણાંભાઇ બહેનો પ્રાચીન વેશભૂષામાં આવેલ જાણે ભરવાડ સમાજનોજ મેળો ભરાણો હોય અને તમામ ૨૦ હજાર જ્ઞાતિના લોકોને પ્રસાદની ઉતમ વ્યવસ્થા રાખેલ અને સવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂજય ઘનશ્યામપુરી બાપુ, વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહજી, જ્ઞાતિના પ્રમુખ હિરાભાઇ બાંભવા ઉપપ્રમુખ મૈયાભાઇ સરૈયા, સંગઠન મંત્રી હઠાભાઇ મુંધવા અને જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં આવેલ કાર્યક્રમનું સંચાલન ભગવાનજીભાઇ ભુંડીયા એ કરેલ સર્વપ્રથમ ડ્રોન કેમેરાથી નવમા સમુહ લગ્નની એરીયલવ્યુ તસવીર.(૭.૪)    

 

(12:38 pm IST)