Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સરધારના ગ્રામજનોએ મોૈન રેલી કાઢી શહિદોને શ્રધ્ધાંજલિ આપીઃ ધૂન-ભજન રાખી ૧.૧૭ લાખનો ફાળો એકઠો કર્યો

રાજકોટઃ જમ્મુ કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો આતંકી હુમલામાં શહિદ થઇ ગયાની ઘટનાને પગલે સમસ્ત સરધાર ગામના રહેવાસીઓએ શનિવારે બપોર બાદ અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખી મોૈન રેલી કાઢી હતી. આ રેલી સિંહમોઇ માતાજીના મંદિરથી શરૂ થઇ મેઇન બજારોમાં ફરી હતી. ગ્રામજનોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગણી આક્રોશ સાથે કરી હતી. સરધાના પચાસ યુવાનોએ જરૂર પડ્યે તાકીદે ફોૈજમાં જોડાઇ જવાની તૈયારી પણ બતાવી હતી તેમ ત્રંબાના જી.એન. જાદવે જણાવ્યું હતું. તસ્વીરો પણ તેણે મોકલી હતી. સાંજે ધૂન-ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ૧ લાખ ૧૭ હજારની રોકડ સહાય એકઠી થઇ હતી. આ રકમ કલેકટર તંત્ર હસ્તક શહિદોના લાભાર્થે મોકલાવમાં આવશે. (૧૪.૭)

 

(12:38 pm IST)