Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

હાજાપરા (ખરેડી)ના સુનિલ અને પ્રફુલ પાંચ હજારમાં ઘૂવડ વેંચવા નીકળતા પકડાયા

બંનેએ સાદા ડ્રેસમાં રહેલા વન વિભાગના કર્મચારીઓ સાથે જ સોદો નક્કી કર્યો ને સપડાયાઃ ૧૫ હજારનો દંડ

રાજકોટઃ તાલુકાના હાજાપરા (ખેરડી)ના પ્રફુલ દિલીપભાઇ સોલંકી (ઉ.૨૦) તથા સુનિલ સોમાભાઇ સોલંકી (ઉ.૧૯)ને ઘુવડ પક્ષી વેંચવા નીકળતાં વન વિભાગની ટીમે ઝડપી લીધા છે. આ બંને શખ્સો વન વિભાગના જ સાદા ડ્રેસમાં રહેલા કર્મચારીઓને મળ્યા હતાં અને ૫ હજારમાં ઘુવડ વેંચવું હોવાનું કહ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર યુ. વી. તનવાણી, ફોરેસ્ટર જે. એમ. મહેતા, એમ. એસ. પલાસ, ફોરેસ્ટ ગાર્ડ એ. કે. તેરૈયા, વિજયસિંહ જાડેજા સહિતની ટીમે આ બંનેની ધરપકડ કરી મુંજકો ઓફિસે લાવી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનીમયની કલમો હેઠળ વન્ય પ્રાણીને ગેરકાયદે રીતે કબ્જામાં રાખી વેંચવાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધી રૂ. ૧૫ હજાર દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં કામગીરી કરનાર ટીમ, પકડાયેલા બંને શખ્સો ઘૂવડ સાથે જોઇ શકાય છે. (૧૪.૭)

 

(12:36 pm IST)