Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધોરાજીમાં બુધવારે પોરબંદર, જુનાગઢ, જામનગર લોકસભાની સીટના ભાજપના કાર્યકર્તા - હોદ્દેદારોનું મહાસંમેલન

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે : ત્રણ જિલ્લામાંથી ૩૫૦૦ થી વધુ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે

ધોરાજી તા. ૧૮ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ધોરાજીમાં તા. ૨૦ને બુધવારના રોજ બપોરે બે કલાકે ધોરાજીના જેતપુર રોડ ખાતે આવેલ સરસ્વતી મહાવિદ્યાલય ભુતવડ ખાતે પોરબંદર જુનાગઢ જામનગર ત્રણ લોકસભા સીટની સમીક્ષા માટે હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો સમયનો આયોજન કરવામાં આવ્યું છે જે અંગે રાજકોટ જિલ્લા ભાજપના હોદેદારો ડી.કે.સખીયા, મનુભાઈ મેંતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોઘરા ઉઠાવી રહ્યા છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીનો પ્રારંભ કરી ચૂકયા છે જેના ભાગરૂપે ધોરાજી ખાતે તા. ૨૦ના જેતપુર ખાતે આવેલ સરસ્વતી મહાવિદ્યાલય પોતે જામનગર પોરબંદર જૂનાગઢ ૩ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓનો વિશાળ સંમેલન આયોજન કરેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગુજરાત ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રમેશભાઈ મુગરા, પ્રકાશભાઇ સોની, બાબુભાઈ બોખીરીયા સહિત પ્રભારીઓ રહેશે તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી કે સખીયા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોઘરા સહિત હોદ્દેદારો તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજયસભાના સાંસદ ચુનીભાઇ ગોહિલ તેમજ ત્રણ જિલ્લાના ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો તેમજ બક્ષીપંચ રાજકોટ જિલ્લાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નવીનપરી ગોસ્વામી સહિત વિવિધ મોરચાના પ્રમુખ તેમજ તમામ શહેર અને તાલુકાના પ્રમુખ મહામંત્રી જીલ્લાના હોદ્દેદારો સહિત ૩૫૦૦ થી વધુ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાએ યાદીમાં જણાવેલ કે ધોરાજી ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત જામનગર પોરબંદર અને જુનાગઢ લોકસભા સીટ માટે કાર્યકર્તા હોદેદારોના સંમેલનમાં અપેક્ષિત શ્રેણીઓમાં લોકસભા સીટ ના પ્રભારી ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તેમજ સંપૂર્ણ લોકસભા સીટની જવાબદારી નિભાવતા લોકસભા સીટના વિસ્તારક બૃહદ સંકલન સમિતિના સભ્યશ્રીઓ તથા મંડલની ઉપરના તમામ પદાધિકારીઓ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો તથા પ્રદેશ અને જિલ્લા મોરચાના પદાધિકારીઓ મંડળના મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી શકિત કેન્દ્રોના પ્રભારી પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વિગેરે ભારતીય જનતા પાર્ટીના ત્રણ જીલ્લાના હોદ્દેદારો આ સંમેલનમાં અપેક્ષિત છેરાજકોટ જિલ્લા ભાજપ ની ટીમ તેમજ ધોરાજી શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ મુકતાબેન વઘાસિયા, શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપિયા, મહામંત્રી ડી જી બાલધા, સુખદેવસિંહ વાળા સહિત અગ્રણીઓ હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.(૨૧.૧૧)

(12:35 pm IST)