Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગોંડલના હિરેન છાંટબારની હત્યામાં વધુ બે આરોપી મોઇન અને સલીમની ધરપકડ

એક મહિના પૂર્વે સામુ જોવા પ્રશ્ને થયેલ ડખ્ખાનો ખાર રાખી ઢિમ ઢાળી દેવાયું હતું

રાજકોટ તા. ૧૮ : ગોંડલમાં બાવાબારી શેરીમાં યુવાન ની કરાયેલ હત્યાની ઘટનામાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટીબજાર બાવાબારીમાં ગીતાનગરમાં રહેતાં હિરેન સુરેશભાઈ છાંટબારની ધોકા અને છરીનાં વાર કરી હત્યા થવાં પામી હતી. બનાવ અંગે મૃતકનાં ભાઇ પિયુષે સીટી પોલીસમાં ફરીયાદ કરી આરોપી તરીકે હુશેન મકસુદ શેખા તેનો ભાઇ મોહીન તથા સલીમ હુશેન મતવા હોવાનું જણાવી વધુમાં એક મહીનાં પહેલાં શેરીમાં નિકળતી વેળા સામુજોવા અંગે મોહીન સહીતના એ હીરેન સાથે માથાકૂટ કરી હોય આ બાબત ને લઇને પોતાનાં ભાઇ ની હત્યા કરાયાં નું જણાવ્યું હતું.

બનાવ નાં પગલે ઇન્ચાર્જ પી.આઇ. ગોહિલ પી.એસ.આઇ.ઝાલા, પી.એસ.આઇ.અલ્કા ઠાકોર, પી.એસ.આઇ.વસાવા, ડી સ્ટાફનાં હરુભા, નરેન્દ્રસિંહ જાડેજા સહીત પોલીસ ટીમે તપાસ નો ધમધમાટ શરૂ કરી મોડીરાત્રે ગોંડલ થી નાશી છુટવા તજવીજ કરી રહેલા હુશેનને ઝડપી લીધો હતો. ત્યારબાદ અન્ય આરોપી મોઇન મકસુદભાઇ શેખા (રહે. મોટી બજાર બાવાવાળા શેરી) તથા સલીમ હુશેન મતવા (રહે. મોટી બજાર ખંઢેરીયા શેરી)ને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

પકડાયેલ તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. ગોહિલ તથા રાઇટર હરૂભા ચલાવી રહ્યા છે.(૨૧.૧૪)

(12:34 pm IST)