Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સરકાર સામે વાંધો નથી, વ્યવસ્થા સામે વાંધોઃ હાર્દિક પટેલ ગારીયાધારમાં

ગારીયાધાર તા.૧૮: શહેરમાં લાંબા સમયના વિરામ બાદ હાર્દિક પટેલની નાના સ્વરૂપ રૂપે માણીયાના મઢ ખાતે સભા યોજાઇ હતી.

આ નાના સ્વરૂપતી સભામાં હાર્દિક પટેલ દ્વારા ગુજરાતની ચાલતી એક હથ્થા શાસનની સરકાર અને સ્થાનિક ધારાસભ્ય સામે ભારે આક્રોશ દાખવ્યો હતો. હાર્દિક પટેલ દ્વારા સરકાર દ્વારા ખેડુતોને ભોળવી રહી છે ખેડુતોની સાચી જરૂરીયાતો પરથી બેધ્યાન બનાવી રહી છે. કેન્દ્રની સરકાર ઉદ્યોગપતીઓની સરકાર ગણાવી છે. ભારતના દરેક નાગરીકને રાજસ્થાન જેવી બનીને દરેક પાંચ વર્ષે સરકાર ઉથલાવી દેવી જોઇએ. તેણે તેમ પણ જણાવ્યું હતું કે હું કોઇ પણ પ્રકારની રાજનીતી કે મત માંગવા નથઈ આવ્યો હું માત્ર ખેડુતોના પ્રશ્નો અને વ્યવસ્થાની ચિંતાથી આવ્યો છે.તેણે જણાવ્યું કે હું કોઇ બેન્ક પરથી નથી લડી રહ્યો જે સોશ્યલ મિડિયા પર ચાલી રહ્યુ છે તે સ્થાનીક રાજકારણ દ્વારા ચલાવાઇ રહ્યું છે સમાજને જરૂર પડે તો ગાંધીનગર-દિલ્લી બેસીને નક્કી કરીશું.(૭.૧૧)

 

(12:32 pm IST)