Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

છબીલ પટેલના પુત્ર સિદ્ઘાર્થે અંજાર કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરીઃ જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં કાનૂની ભીંસ વધી

ભુજ, તા.૧૮:  ભાજપના નેતા જેન્તી ભાનુશાલીની હત્યા બાદ ના ૪૦ દિવસની તપાસ માં અનેક ચડાવ ઉતાર આવ્યા બાદ પોલીસ દ્વારા ભાજપના જ અન્ય નેતા છબીલ પટેલ ઉપર કાનૂની ભીંસ વધી રહી છે. ભચાઉ કોર્ટમાં છબીલ વિરુદ્ઘ કલમ ૭૦ હેઠળ કાર્યવાહી કરી વિદેશ ગયેલા છબીલ પટેલની મિલકતો ટાંચ માં લઇ શકાય તે માટેની પોલીસ કાર્યવાહી પછી છબીલ દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મુકાઈ છે. તે વચ્ચે પોતે વિદેશમાં છે, પણ કયા દેશમાં છે તેની ચોખવટ કર્યા વગર ગુજરાત પોલીસ ને તપાસમાં સહકાર આપવાની કબુલાત સાથે પોતે હાજર થશે એવી છબીલ પટેલની ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે, છબીલ પટેલની આગોતરા જામીનની અરજીની સુનાવણીની તારીખ હજી જાહેર થઈ નથી. તે વચ્ચે તેમના પુત્ર સિદ્ઘાર્થ છબીલ પટેલની આગોતરા જામીન અરજી અંજાર કોર્ટ માં મુકાઈ છે. જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં તેમના ભત્રીજા સુનિલ ભાનુશાલીએ સિદ્ઘાર્થ છબીલ પટેલ વિરુદ્ઘ પણ ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ઘાર્થ છબીલ પટેલે શુક્રવારે તેમના વકીલ દ્વારા અંજાર કોર્ટમાં આગોતરા જમીનની અરજી કરી છે.(૨૩.૮)

(12:31 pm IST)