Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મીઠાપુરમાં સગીરાનું અપહરણ

ખંભાળીયા તા. ૧૮ :.. મીઠાપુરના સુરજકરાડી ગામે રહેતા ફરીયાદી મધુબેનની બહેનની દિકરી સગીર વયની ઉ.૧૬ વાળી ને આરોપી દિપક રામાભાઇ રોશીયા નામનો ઇસમ અપહરણ કરી ગયાની ફરીયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ૩૬૬ પોસો કલમ ૧ર મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં મારામારી

દ્વારકા એસ. ડી. ડેપોમાં ટ્રાફીક કંટ્રોલર તરીકે ફરજ બજાવાતા ડોલર બાલકૃષ્ણભાઇ દવે એ પોતાની ફરજ દરમિયાન આરોપી એકટીવા નં. જીઆઇ-૩૭ એ ૩૬૪પ ના ચાલકને ટ્રાફીકની ઓફીસ પાસે પાર્ક કરવાની ના પાડતા સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ફરીયાદી ડોલરબાઇને ઠીકા પાટુના માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ-જૂગાર દરોડા

ખંભાળીયા જડેશ્વર સોસાયટીમાં જાહેરમાં તિનપતીના પાના વડે જૂગાર રમતા મેરીનાબેન મામદભાઇ રૂમો, રામીબેન મોહનભાઇ પરમાર, વેલુબેન ભીખુભાઇ પરમાર, સવિતાબેન ઓળખમભાઇ પરમાર, આ તમામ મહિલાઓ રોકડા રૂપિયા ૧૦પ૦ સાથે પકડાઇ આવી હતી.

દ્વારકાના ચરકલા ગામે જાહેરમાં તિનપતીના પાના વડે જૂગાર રમતા હેમતભા સુરેશભા માણેક, સિધ્ધરાજભા કાયાભા સુમણીયા, બાલુભા વિરાભા માણેક આ ત્રણેય ઇસમો રોકડા રૂ. ૬૭૦૦, સાથે ઝડપાઇ આવ્યા હતાં.

દ્વારકામાં રહેતા કલ્યાણભાઇના ભેંસો બાંધવાના વડામાં જાહેરમાં તિનપતીના પાના વડે જૂગાર રમતા કલ્યાણભાઇ સિદાભાઇ માતકા, રામજીભાઇ માલદેભાઇ ગઢવી, દેવજી પાલાભાઇ ધાનાણી, સુમરાભા પબુભા કેર, ધાધાભા ભીમાભા કેર, ગોરધનભાઇ માનસિગભાઇ ધોરીયા, રમણીકભાઇ ઉકાભાઇ મકવાણા, જેઠાભાઇ જયંતીલાલ બથીયા, આ તમામ ઇસમો રોકડા રૂપિયા ર૪૪૩૦ ની મતા સાથે ઝડપાઇ આવ્યા હતાં.

ભાણવરના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તિનપતીના પાના વડે જૂગાર રમતા ફારૂક આમદભાઇ નાઇ, આરીફ ગુલમામદ  સમા, મુમતાઝબેન દિલાવરભાઇ સમા, જુનુબેન ઇસાકભાઇ હિંગોરા, રોશનબેન ઓસમાણભાઇ હિંગોરા, આ તમામ લોકો રોકડા રૂપિયા ૩૦૧૦ સાથે ઝડપાઇ આવ્યા હતાં.

ખંભાળીયા - જામનગર રોડ પર ૧૭ કી. મી. હરદેવળીયા ગામ નજીકથી આરોપી ભાવીન લલીતભાઇ દવે રહે. મુંબઇ વાળો ગે. કા. ઇંંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ કિંમત રૂપિયા પ૦૦ સાથે પકડાઇ આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાના ડુંરગા ગામે રહેતા આરોપી રામયલભા શુકલભા માણેકના રહેણાંક મકાનમાં સેટીમાં સંભાળેલી ગો.કા. ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ર કિંમત રૂપિયા ૮૦૦ ની મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. (પ-ર૪)

(12:30 pm IST)