Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જેમ ઋષિભકિત અને સંસ્કૃતિ ભકિત છે તેમ રાષ્ટ્રભકિત છે : પોરબંદરમાં પૂ.દીદીજીની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલી : કાલથી 'મહેર સંવર્ત'

રાજકોટ : પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં 'મહેર સંવર્ત'ની ઉજવણીના સંદર્ભે સ્વાધ્યાય પરિવારના માર્ગદર્શક અને સ્વાધ્યાય કાર્યના ધુરાવાહક પૂ. દીદીજીના હસ્તે ભૂમિ પૂજન થયું હતું પુલવામાં બનેલ ઘટના સંદર્ભે સ્કુટર રેલી રદ્દ કરી અંદાજે ૨,૫૦૦ સ્વાધ્યાયીઓએ શહીદોને શ્રદ્ઘાંજલિ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. તા. ૧૯ મંગળવારે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં 'મહેર સંવર્ત'માં ૧ લાખથી પણ વધુ મહેર ભાઈ-બહેનો 'ત્રિકાળ સંધ્યા' કંઠસ્થ કરીને આવવાના છે અને ચોપાટીનું ગ્રાઉન્ડ ભગવદવિચારથી ગુંજાવીને 'ત્રિકાળ સંધ્યા' નું પારાયણ કરવાના છે. પુલવામાં શહીદોને શ્રદ્ઘાંજલિ આપતાં પૂ. દીદીજીએ જણાવ્યું હતું કે, જેમ ઋષિભકિત અને સંસ્કૃતિભકિત છે, તેમજ રાષ્ટ્રભકિત છે. જે લોકોને આપણે ઓળખતા નથી, જોયા પણ નથી તે સેનાના જવાનો આપણા માટે ઉભા છે. આ સેના જવાન શહીદ થયા અને તે આપણી વચ્ચે હવે નથી તેનું દુઃખ છે. આવી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું નથી, હું ખુબ વ્યથિત છું. તેમને આપણે બધા કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને ભગવાન તેમના ઘર પરિવારને શાંતિ અને સ્વસ્થતા આપે તેમ માંગીએ. ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકોએ ૨ મિનિટનું મૌન પાળી અને 'દેવયાપરાધક્ષમાપન સ્તોત્ર' નું સમૂહ પારાયણ કર્યું હતું.

 

(12:30 pm IST)