Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શિક્ષણ રાજયમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે રૂપિયા ૧૬૯.૭૬ કરોડના ૨૪૮૯ ઇડબલ્યુએસ-૦૧ આવાસોના કામોનું ખાતમુહુર્ત

ગઢેચી નદી પર રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા પુલના કામોની તકતીનું અનાવરણ કરાયુ

ભાવનગર, તા.૧૮:- અત્યંત સાદગીપુર્ણ રીતે ફાઇનલ પ્લોટ નં.૩૨ માર્કેટીંગ યાર્ડની સામે, સ્વામીનારાયણ મંદિરની પાછળ, ફૂલસર રોડ, ભાવનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શિક્ષણ રાજયમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે અને ધારાસભ્યથી જીતુભાઇ વાધાણીના હસ્તે રૂપિયા ૧૬૯.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૨૪૮૯ ઇડબલ્યુએસ-૦૧ આવાસોના કામોનું ખાતમુહુર્ત અને લાભાર્થીઓનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો તેમજ રામમંત્ર મંદિર પાસે રૂપિયા ૦૭ કરોડના ખર્ચે, ગઢેચી નદી પર રૂપિયા ૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પુલના કાર્મોની તકતીનું અનાવરણ કરાયુ હતું.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટય કરી અને માન. મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું કે દરેક વ્યકિતનું પોતાનું એક સ્વપ્ન હોય છે કે તેને પોતાની માલીકીનું ઘર હોય તેમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમા છે અને આજે અહીં બેઠેલા લોકો કે જેમણે ફોર્મ ભરેલ હશે તેમાંથી ૨૪૮૯ લોકોને પોતાનછ માલીકીનું બે રૂમ રસોડુ, સંડાસ, બાથરૂમ, નળ કનેકશન, ગેસ કનેકશન સહિતની સુવિધાવાળુ, ૩૨૫ ચોરસફૂટ બાંધકામવાળુ મકાન પારદર્શક એવી ડ્રો સીસ્ટમમાં રૂપિયા ૦૩ લાખમાં મળશે આ મકાન માટે દોઢ લાખ રૂપિયાની સહાય રાજય સરકાર અને દોઢ લાખ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ચુકવશે લાભાર્થીને કુલ રૂપિયા ૦૬ લાખની કિંમતના ૦૧ મકાન મળશે કુલ રૂપિયા ૧૬૯.૭૬ કરોડના ખર્ચે શહેરમાં જુદી જુદી ૦૫ જગ્યાએ ૨૪૮૯ ઇડબલ્યુએસ-૦૧ મકાનો નિર્માણ પામશે તેમણે વધુમાં જણાવ્યુ હતું આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૦૩ લાખમાં આપવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે દેશની સુરક્ષા માટે તૈનાત જવાનો પર આતંકવાદીઓ દ્વારા કાયરતાપુર્ણ ક્રુત્ય કરાયુ છે તેમ કહી શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પી નતમસ્તક વંદન કરી ઉમેર્યુ હતું કે આવા નાપાક ઇરાદાઓ રાખનાર અને તેના આકાઓને દેશની સેના મુંહતોડ જવાબ આપશે.(૨૨.૩)

(12:29 pm IST)