Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

હળવદ ગુરૂકુળના આંગણે 'સંગાથે અમે સૌ સંગાથે સવાયા' કાર્યક્રમ યોજાયો

૧૫૦૦ જેટલી છાત્રોએ ભાગ લીધો : બે દિવસ કાર્યક્રમ ચાલ્યો : ૭૫ જેટલી કૃતિઓ અભિવ્યકત

હળવદ તા. ૧૮ : શિક્ષણનો વ્યાપ વધારી ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી મહષિ ગુરૂકુલના આંગણે 'સંગાથે અમે સૌ સંગાથે સવાયા' રૂપમાઙ્ગ એક અનોખી રીતેઙ્ગ ઉજવણી કરવામાં આવી. મહર્ષિ ગુરૂકલના મેનેજીંગ ટ્રસ્ટી રજનીભાઈ સંઘાણી તથા અન્ય ટ્રસ્ટીઓ સાથે મળી દીપ પ્રાગટ્ય આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મહષિગુરૂકુલના ટ્રસ્ટી ગણ એ તેમજ ઉપસ્થિત લોકોએ પુલાવ મા શહીદ થયેલા વીરો ને બે મિનીટ મૌન પાડી શ્રદ્ઘાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં મહષિગુરુકુલના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચમાધ્યમિક બી.એડ બી એસીસહિતના છાત્રોએ ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાંઙ્ગ ૭૫ જેટલી કૃતિઓ છાત્રોએ અભિવ્યકિત કરી હતી અને સાથોસાથ મોટા ભાગના છાત્રો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાઙ્ગ ભાગ લીધો હતો છાત્રોમાં રહેલી કલા શકિતને જોઈને લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને આ વાર્ષિક ઉત્સવમાં તેજસ્વી વિદ્યાર્થીનુ સન્માન કરવામાં આવ્યું હતું . છાત્રોમાં રહેલી શકિતને બહાર લાવવા માટેનું એક અનોખો પ્રયાસ મહષી ગુરુકુલે કર્યો છે જે બે દિવસ ના કાર્યક્રમનું આયોજન કરીને સુંદર રીતે વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહર્ષિ ગુરૂકુલના સંચાલક રજનીભાઈ સંઘાણી તથા અશોકભાઈ ગેલોત તથા વિજયભાઈ મોરતરીયા તથા રાજુભાઇ ચનીયારા સહિતના ટ્રસ્ટી ગણે તથા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.(૨૧.૧૨)

 

(12:29 pm IST)