Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઉપલેટાના નાગવદરમાં પ્રોજેકટ લાઇફ દ્વારા ૮૩મી પ્રાથમિક શાળાનું લોકાર્પણ

ઢાંક તા.૧૮ : ઉપલેટા તાલુકાના નાગવદર ખાતે સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજયુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૧૮ શાળા પૈકી ૮૩ મી શાળાની અર્પણવિધિ કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ૩૩૦૦ની વસ્તી ધરાવતુ નાગવદર ગામે પ્રોજેકટ લાઇફ મેડીકલ એન્ડ એજયુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ અદ્યતન શાળાનું ન્યુ નાગવદર પ્રાઇમરી સ્કુલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી શિક્ષણના ઉત્કર્ષ માટે નિરંતર કાર્યરત પ્રોજેકટ અન્વયે સૌરાષ્ટ્ર મેડીકલ એજયુ.ચેરી. ટ્રસ્ટ પ્રોજેકટ લાઇફ રાજકોટ દ્વારા ૧૦૮ પ્રાથમીક શાળાઓનુ નિર્માણ કરવાનો સંકલ્પ થયો છે.

ઉપલેટાના નાગવદર ગામે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ૮૩મી શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ પ્રસંગે ન્યુ નાગવદર શાળાના મુખ્ય આર્થિક સહયોગ છે એવા યુ.કે.સ્થિત કેરળ રાજયના શ્રીમતી રંજનબેન અને રવિભાઇ ચેરીકલ અને તેમનો પરિવાર કે જેઓ મલયાલમ છે તેઓના હસ્તે શાળાનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.(૪૫.૧૦)

 

(12:29 pm IST)