Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વિંછીયામાં ઉમિયા શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વર્ગરથ સેવા વાહનનું લોકાર્પણ

જસદણ તા.૧૮ : વિંછીયાનો વિસ્તાર લગભગ ર કિમીમાં ફેલાયેલ છે. કોઇપણ વ્યકિતના ઘરે અવસાન થતા ઘરથી સ્મશાન સુધી જવા માટે ૧ થી ર કીમી સુધી સ્મશાન યાત્રામાં નનામી ખભે ઉપાડીને જવુ પડે છે. નનામી ખભે ઉપાડીને ચાલીને ન જવુ પડે તે માટે ઉમિયા શૈક્ષણિક સંકુલના પ્રમુખ કેરાળીયા ભુપતભાઇ સુંદરભાઇ, ઉપપ્રમુખ લાખાણી હર્ષદભાઇ કેશવજીભાઇ, કેમ્પસ ડાયરેકટર કે.એમ.પટેલ સાહેબ અને શિક્ષક સ્ટાફ મિત્રોના સુચનો દ્વારા શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલ વિંછીયા દ્વારા સ્વર્ગ રથ બનાવી વિંછીયા, થોરીયાળી, વાંગધ્રા અને રૂપાવટી ગામને વિનામુલ્યે અર્પણ કરાયેલ છે.

પાણી પુરવઠા મત્રી કુંવરજીભાઇ બાવળીયા ધારેશ્વર મંદિરના મહંત કનૈયાગીરીબાપુ, પ.પુ.મહામંડલેશ્વર ૧૦૦૮ સહજાનંદગીરી મહારાજ દીગડીયા, ખોડાભાઇ ખસીયા, ચંદુભાઇ કચ્છી, ભિખાભાઇ રોકડ, ડો.કમલેશ હિરપરા, ડો.મકાણી, જે.પી.વીરજા, બિપીનભાઇ જસાણી, ઉકાભાઇ રબારી, વિનોદભાઇ વાલાણી અને થોરીયાળી વાંગધ્રા અને રૂપાવટી ગામના સરપંચશ્રીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વર્ગ રથને ખુલ્લો મુકવામાં આવેલ છે. કોઇપણ જ્ઞાતિમાં કોઇપણ વ્યકિના ઘરે અવસાન થાય તો ઘરથી સ્મશાન સુધી જવા સ્વર્ગ રથ વિનામુલ્યે મંગાવવા માટે શ્રી ઉમિયા શૈક્ષણીક સંકુલના પ્રમુખ કેરાળીયા ભુપતભાઇ સુંદરભાઇ મો. ૯૪૨૭૫ ૦૫૧૫૧-પપનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(૪૫.૮)

 

(12:28 pm IST)