Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

એક તરફ 'વેલેન્ટાઇન ડે' તો બીજી તરફ 'રોટી ડે'

ભાણવડ રોબિનહુડ આર્મીએ ખાદ્ય સામગ્રી એકત્ર કરી ગરીબોના પેટના ખાડા ભર્યા

ભાણવડ તા. ૧૮ : ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ યુવા હૈયાઓમાં મનગમતા પાત્રને ફુલ આપી પ્રેમનો એકરાર કરવાનો અનેરો થનગનાટ આજના દિવસે હોય એ સામાન્ય બાબત છે પરંતુ એવા પણ કેટલાક નોખી માટીના બનેલા યુવાનો આ દિવસને અનોખી રીતે ઉજવી સમાજનો નવો ચીલો ચીતરી જાય એવું મુઠી ઉચેરૂ કામ કરતા પણ જોવા મળ્યા હતા.

ભાણવડમાં રોબીનહુડ આર્મી નામના યુવાઓના એક ગૃપે ૧૪ ફેબ્રુ.ના રોજ ઉજવણી કરતા ગાંધી ચોક ખાતે એક કાઉન્ટર ખોલી સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી અગાઉથી જાહેરાત કરી એક ઘર દિઠ પાંચ રોટલી એકત્રીત કરવાની કામગીરી કરી જેમાં આ ગૃપને ૧૦૫  ઘરો તરફથી માત્ર રોટલી જ નહિ પણ એ સિવાયથી ઘણી ખાદ્યાસમગ્રીનું યોગદાન આપવામાં આવ્યુ.

આ યુવાનો જે ખાદ્યસામગ્રી એકઠી થઇ તે લઇને શહેરમાં જયાં પણ ગરીબો રહેતા હતા ત્યાં જઇને તેમને પ્રેમથી જમાડયા તથા ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને બિસ્કીટના પેકેટ આપી ખુશ કર્યા હતા.(૪૫.૨)

(12:27 pm IST)