Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગારીયાધારમાં કોળી સમાજના સમુહલગ્ન ૭૦ નવયુગલો લગ્ન બંધને બંધાયા

ગારીયાધાર તા.૧૮ : સમગ્ર તાલુકાના ચુવાળીયા કોળી સમાજનો ૧૩મો સમુહલગ્ન સમારોહ પંથકના પાલડી ગામે યોજાયો હતો.

આ સમુહલગ્ન સમારોહમાં ૭૦ નવ યુગલો જોડાયા હતા. જે લગ્નના બંધનમાં બંધાયને નવજીવનની શરૂઆત કરાઇ હતી. આ સમારોહમાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, બંસીભાઇ ગોડકીયા, પરેશભાઇ ડાખરા, તાલુકા પંચાયત સર્દય મહાવીરસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી દ્વારા પ્રવચનમાં ચુવાળીયા સમાજને શિક્ષણક્ષેત્રે આગળ વધવાની વાત કરી હતી. જયારે સમુહલગ્નમાં કાળુબાપુના સહયોગની વાત કરી હતી. જયારે પ્રસંગને દિપાવવા લગ્ન સમિતિના આગેવાન બાલાભાઇ અને વલ્લભભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.(૪૫.૪)

(12:26 pm IST)