Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કચ્છ જીલ્લા પોસ્ટલ પેન્સનર એસોસીએશન ભુજનુ મળેલ અધિવેશન

૭પ વર્ષ પૂર્ણ કરેલ પેન્સનરોનું કરવામાં આવેલ સન્માન

 ભાવનગર, તા.૧૮: કચ્છ જીલ્લા પોસ્ટલ પેન્સનર એસોસીએશન ભુજનું પ્રથમ અધિવેશન મધ્યે મળેલ આ અધિવેશનમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાત, ગાંધીનગર-અમદાવાદ, સુરત તેમજ અન્ય સ્થળોથી પેન્સનરો હાજર રહ્યા હતા. અધિવેશનમાં સ્વામીનારાયણ મંદિરના સંતો, ગીતા  આશા કેન્દ્ર ભુજના પૂજય પ્રદીપનાન્દજી સરસ્વતી, કબીર મંદિર ભુજના મહંતશ્રી કિશોરદાસજી સાહેબ ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ અધિવેશનમાં દિપ પ્રાગટય બાદ સોવેનીયેરનું વિમોચન કર્યુ હતું. આ પ્રસંગે આવેલ શુભકામનાસભર આવેલ સંદેશાનુ વચન કલ્પના મહેતાએ કર્યુ હતું. અધિવેશનમાં ૩૪ જેટલા પેન્સનરો જેમણે જીંદગીના ૭પ વર્ષ પૂર્ણ કરેલ છે. તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ગાંધીનગર પોસ્ટલ પેન્સનર એસોસીએશન અને મહેસાણા પોસ્ટલ પેન્સનર એસોસીએશન સંયુકત રીતે એક સન્માનપત્ર કચ્છ જીલ્લા પોસ્ટલ પેન્સનર એસોસીએશનના પ્રમુખશ્રી ડી.એચ.મહેતાને અર્પણ કરેલ. આ પ્રસંગે સંતશ્રી પ્રદીપનાન્દજીએ આશીર્વચન પાઠવેલ ઉપરાંત શ્રી વિ.આર.મહેતાએ પોસ્ટ ખાતાની નિષ્ઠાપુર્વકની સેવાને બિરદાવી હતી. કચ્છ જીલ્લાના જુદા જુદા સ્થળોથી પેન્સનરો તેમજ ફેમિલી પેન્સનરો હાજર રહી તેમના પ્રશ્નો રજુ કર્યા હતા. પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા વિગેરે સ્થળોએથી આવેલ મહેમાનોએ પોતાના કચ્છ માટેના અનુભવો દર્શાવ્યા અને કચ્છ જીલ્લા પોસ્ટલ પેન્સનર એસોસીએશનને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગરથી પધારેલ શ્રી દરજી પેન્સન માટે ઓડીટ ઓફીસ તેમજ () ને લગતા પ્રશ્નો માટે સહકાર આપવા જણાવ્યું. તેવી રીતે પૂર્વ પોસ્ટ અધિકારી અને ત્યારબાદ શિક્ષણધિકારી શ્રી પી.બી.ગઢવીએ પોતાના અનુભવો અને પોસ્ટ ખાતાની નિયમિતતા તેમને શિક્ષણ ખાતામાં આવેલ કામની વિગત દર્શાવી હતી. શ્રી હરેશભાઇ ગુસાઇએ એસોસીએશનની પ્રવૃતિઓ અંગે પ્રકાશ પાડયો હતો. શ્રી ડી.પી.ગુસાઇએ છેલ્લા ત્રણ મહિનામાં પેન્શનરોનો કરેલ સંપર્ક તેમજ કચ્છ જીલ્લાના પેન્સનરો કે જેમને રૂપિયા ૬પ લાખથી વધારે પેન્સન વધારા અપાવવામાં એસોસીએશનએ આપેલ સહકારની વિગત જણાવી હતી. અંતમાં પ્રમુખશ્રી ડી.એચ.મહેતાએ તબીબી સારવાર અને અન્ય વિગતોની માહિતી આપી હતી. કચ્છ પેન્સનરોને પ્રાથમિક સભ્ય તરીકે જોડાઇ સંગઠીત થવા અપીલ કરી હતી.

કાર્યક્રમનું સંચાલન શ્રી શિવજીભાઇ મોઢે (શિવ) કર્યુ હતુ. શ્રી કે.જે.જાડેજાએ વ્યવસ્થા સંભાળી હતી. આભારવિધી શ્રી ડી.પ.ગુસાઇએ કરી હતી.(૨૩.૪)

(12:26 pm IST)