Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કોડીનાર લુહાર સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મજયંતિની વિશાળ રેલી યોજાઇ

ડી.જે.માં દેશભકિતના ગીતો ભારતના રાષ્ટ્રધ્વજ સાથે શહીદોને શ્રધ્ધાંજલી પાઠવાઇ કોડીનારના દિવ્યાંગ બાળકો દ્વારા પણ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

કોડીનાર તા ૧૮ : કોડીનાર લુહાર સમાજ દ્વારા તેમના આરાધ્ય દેવ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમીતે ભવ્ય વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં લુહાર સમાજ દ્વારા પુલવામાં શહીદોને અનોખી રીતે શ્રધ્ધાંજલી પાઠવાઇ હતી. રેલીમાં ડી.જે. ના તાલેદેશભકિતના ગીતો અનેરેલીમાં જોડાયેલા લુહાર ભાઇ-બહેનોએ હાથોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પાકિસ્તાન મુરદાબાદના સુત્રો પોકારી પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. અને કોડીનારની દિવ્યાંગ બાળકોની  સંસ્થા જીવનદીપ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો, વાલીઓ, કર્મચારીઓ અને સંચાલકોએ કેન્ડલ માર્ચ અને મોૈન પાળી પુલવામાં સીઆરપીએફના  જવાનો પર કરવામાં આવેલ કાયરતાપૂર્ણ  આતંકી હુમલામાં  શહીદ થયેલા જવાનોને ભાવભરી શ્રધ્ધાંજલી આપી તેમના પરિવારો પ્રત્યે સહાનુભુતિ વ્યકત કરી ઘવાયેલા જવાનોને વહેલા સાજા થવાની દુવા પ્રાર્થના કરી હતી, તથા આ તકે સંસ્થાના આરીફભાઇ ચાવડાએ આતંકી દ્વારા કરવામાં આવેલા કાયરતા પુર્વકના ક્રૃત્યને વખોડવામાં આવ્યું હતું. (૩.૬)

 

(12:26 pm IST)