Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કુંકાવાવમાં ઘરવિહોણા લોકોનાં પ્રશ્નો હલ ન થતા ભારે નારાજગી

 કુંકાવાવ તા.૧૮ : મોટી કુંકાવાવ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન જીવરાજભાઇ ઘાઘલે ઘરવિહોણા લોકોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા રોષ ઠાલવ્યો છે.

હંસાબેન ઘાઘલે વધુમાં જણાવ્યુ છે કે કુંકાવાવ તાલુકા ૪૫ ગામડાઓ આવેલ છે અને ઘણા ગામડામાં ગામ તળ બતાવવામાં આવતુ નથી તેથી લોકો જે ઘરવિહોણા તાલુકામાં ધકકા ખાઇ કોઇ પ્રકારની કામગીરી થતી નથી.

કુકાવાવ મોટી પ - ૪ વર્ષથી લોકોને પ્લોટ મંજુર થયેલ છે. અનેક વારા સા.ન્યા.ચેરમેન મખ્યમંત્રી થી સર્વ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીને લેખીત તથા મૌખીક ૩ વર્ષથી રજૂઆત કરે છે છતા કોઇ કામગીરી થતી નથી અને લોકો પરેશાન છે. લેન્ડ કમીટીમાં પ્લોટ મંજુર કરે છે પણ પેન્ડીંગ બતાવવામાં આવે છે તેથી ઘરવિહોણા લોકોને ન્યાય અપાવવા માંગણી કરી છે.(૪૫.૭)

(12:25 pm IST)