Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગારીયાધાર તાલુકાનું બેલા ગામ છેલ્લા દસ દિવસથી બન્યું પાણી વિહોણું

બેલા ગામમાં પુરૂ પાણી ન પહોચતું હોવાથી દેકારો બોલ્યો...

ગારીયાધાર તા ૧૮ : તાલુકાનું મોર્ડન વીલેજ ગણાતું બેલા ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીની મોકાણ સર્જાતા ભારે દેેકારો મચી જવા પામ્યો હતો.બેલા ગ્રામ પંચાયતન ે પાંચ ટોબરા જુથની પાણી પુરવઠા યોજના હેઠળ પાણી ફાળવવામાં આવે છે, પરંતુ આ યોજના અમલમાં આવી તેટલા સમયથી   બેલા ગામને પુરતો પાણીનો જથ્થો આપવામાં ન આવતો  હોવાની અનેક વખત ફરીયાદો ઉઠવા પામી છે, પરંતુ છેલ્લા  દસ દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા બેલા ગામમાં દેકારો મચી જવા પામ્યો છે.

જયારે આ  બાબતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને ગ્રામજનો દ્વારા ફરીયાદો કરવા છતાં જવાબો આપવામાં અધિકારીઓ ખો આપતા હોવાની રાવો પાણી પુરવઠા મંત્રીને બેલા ગ્રામ પંચાયત દ્વારા  લેખીતમાં  કરવામાં  આવી હતી (૩.૩)

(12:25 pm IST)