Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મીઠાપુરમાં હત્યાના આરોપીઓ પકડાયા

મીઠાપુર નજીક આવેલા આરંભડા ખાતે નજીવીબોલચાલ બાબતે એક હત્યા કરાયાનો મામલો પોલીસ દફતરે નોંધાયો છે એકાદ અઠવાડિયા પહેલા એક સામાન્ય બોલચાલ થયા બાદ આ અદાવત રાખી ૫ જેટલા લોકોએ રાત્રે યુવાન ને તલવાર અને છરીના ઘા કર્યા હતા. માર મારવાના આ બનાવમાં એક યુવાનનું મોત તથા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પી આઇ ચન્દ્રકલાબા બી જાડેજા અને સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાંજ તમામે તમામ આરોપીઓને પકડી પડી જેલ હવાલે કરી દીધા છે. આ આરોપીઓ ભરત ઉર્ફે કાલો જડિયા, રવુભા માણેક, ભરતભા પોલાભા, સુનીલભા કારૂભા જડિયા, લખન જામ રહેવાસી આરંભડા તેમજ મરનારનુ નામ રાજેશભા મુરુભા સુમાણીયા હોય એવું પોલીસ યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૭.૭)

(12:23 pm IST)