Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

કોડીનારનો ફરાર કેદી ઝડપાયો

  પ્ર.પાટણઃ એલ.સી.બી.ના ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા પેરોલ ફર્લોના એ.એસ.આઇ. વીરાભાઇ પરમાર, હેડ કોન્સ. જોધુભા ડાભી, તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. સરમણભાઇ સોલંકી, પ્રદિપસિંહ રાયજાદા, મેરામણભાઇ શામળા, પો.કોન્સ. નરેન્દ્ર પટાટ, ઉદયસિંહ સોલંકી વિગેરે સ્ટાફ કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેરોલના એ.એસ.આઇ. વિરાભાઇ પરમાર તથા જોધુભા ડાભીને મળેલ બાતમી તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓના ટેકનિકલ સર્વેક્ષણની મદદથી અતુલ ભગવાન પરમાર રહે-વેળવા તા- કોડીનાર વાળો જે કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં- ફ- ૧૩૩/૨૦૧૫ આઇ.પી.સી.ક- ૩૦૨, ૩૭૬,૩૬૫,૩૨૮,૩૪,૨૦૧ના કામે જુનાગઢ જેલમાં સજા ભોગવતો હતો અને વચગાળાના જામીન પરથી છુટી છેલ્લા છ માસથી ફરાર હતો જેને આજરોજ તા.૧૭/૦૨/૧૯ ના રોજ વેળવા ગામેથી પકડી પાડી આગળની સજા ભોગવવા માટે જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.(૨૨.૬)

(12:23 pm IST)