Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધારીમાં વિર જવાન શહિદોની પ્રાર્થનાસભા

ધારી : શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા સ્વામી નારાયણ મંદિરે પ્રાર્થના સભામાં ધારીના તમામ જ્ઞાતિના આગેવાનો હાજર રહીને દેશના સૈનિકો ઉપર આતંકવાદીઓએ હુમલો કરેલ. તેમાં આપણા દેશના ૪૪ જેટલા સૈનિકો શહિદ થયેલ એ તમામ સૈનિકોના આત્માને ઇશ્વર શાંતિ આપે તેમજ તેમના પરિવાર ઉપર આવેલ આઘાત સહન કરવાની હિંમત આપે તે માટે બે મિનીટ મૌન પાળીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવેલ હતી. આ પ્રાર્થના સભામાં આહિર સમાજના આગેવાન વિસામણભાઇ ઢોલા, ડો.પડસાલા, ડો.ગાંધી, ભવસુખભાઇ વાઘેલા, ગમારા સાહેબ વગેરેએ આતંકવાદીઓના આ કાર્યને કાયરતાપુર્વક ગણાવ્યુ હતુ. સરપંચ જીતુભાઇ જોશી દ્વારા આતંકવાદીઓને પ્રોત્સાહન દેવાવાળા ચિનની વસ્તુ દરેક વેપારીઓએ વહેચવી નહી તેમજ લોકોએ ખરીદવી પણ નહી જેથી આ ચીન આતંકવાદીઓને આર્થિક રીતે સહાય કરે છે તે ન કરી શકે. ધારીના અમરેલી જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ભુપતભાઇ વાળાએ પણ દેશના વિર જવાન શહિદ થયેલા તેમના આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવારને આપણા ધારી ગામ સમસ્ત તરફથી જવાનોના શહિદ પરિવારને લોક ફાળો કરીને યથાશકિત રૂપે તેમના પરિવારને સહાય કરવાનુ સુચન કરેલ હતુ તેમજ ધારીના હીરાપર ર્ફૌજી જવાન રફીકભાઇ બ્લોચે કહેલ કે એ વખતે (સમય) હુ પણ મારી નજરે જોયેલ હુમલા વિશે વાત કરેલ અને (મુસ્લીમ સમાજના) આ જવાન રફીકભાઇ બ્લોચ ભારત માતાની જય બોલીને આતંકવાદના હુમલાને વખોડી કાઢેલ. ધારીમાં જવાનોને ધારીના સ્વામી મંદિરના કોઠારી સ્વામીએ પણ શહિદોના આત્માને ઇશ્વર શાંતિ સાથે તેમજ તેમના પરિવારને સહનશકિત આપે તેવી પ્રાર્થના કરેલ હતી.(તસ્વીર-અહેવાલ : કાંતીભાઇ જોશી, ધારી)(૪૫.૯)

 

(12:21 pm IST)