Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ધ્રાંગધ્રામાં ૩ વાહનો સહિત ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત

પીપળામાં ખાણ ખનીજનો દરોડો

વઢવાણ, તા.૧૮:- ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે બાતમીને આધારે ખાણ ખનીજની ટીમે દરોડો કર્યો હતો. જેમાં માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતા બે વાહનો અને રેતીનું વહન કરતા એક ટ્રેકટર સહિત રૂપિયા ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

 પીપળા પાસે ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન થતુ હોવાની માહિતીને આધારે ખાણ ખનીજ અધિકારી વિજય સુમેરાની સૂચનાથી કિરણ પરમાર સહિતનાઓએ દરોડો કર્યો હતો. જેમાં સફેદ માટીનું ખનન કરતા એક ટ્રેકટર અને લોડર અંદાજીત કિંમત રૂપિયા ૭ લાખના ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત રેતીનું વહન કરતા ટ્રેકટરને ર ટન રેતી અને વાહન સહિત રૂપિયા ૪ લાખની કીંમતનું સીઝ કરી દેવાયુ હતુ. આ બન્ને દરોડામાં પકડાયેલા વાહનોમાં કુલદીપભાઇ મહોબતસિંહ ગઢવી અને રજનીભાઇ કાનાભાઇ પીપળોદના નામો ખૂલ્યા છે. હાલ આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવા ખાણ ખનીજ વિભાગને કાર્યવાહી આરંભી છે.(૨૨.૮)

 

(12:18 pm IST)